દેશનું અનોખું મંદિર…!

દેશનું અનોખું મંદિર…!
દેશનું અનોખું મંદિર…!
ગામના લોકો અને અહીં આવનાર શ્રદ્ઘાળુ તેને સગસ બાવજીનું મંદિર કહે છે. સગસ બાવજીને શાસ્ત્રોમાં યક્ષ કહેવામાં આવ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે અહીં યક્ષ સાકાર રૂપમાં દેખાય છે. મધ્ય પ્રદેશના મંદસૌરમાં એક અનોખું મંદિર છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીં માનતા પૂરી થવા પર ઘડિયાળો ચડાવવાની પરંપરા છે. કહેવામાં આવે છે કે આ એવું મંદિર છે જયાં સમય ખરાબ આવી જાય તો માનતા લેવાથી ઠીક થઇ જાય છે. ખાસ વાત એ છે

કે મંદિરમાં ભગવાનની મૂર્તિ નથી અને પૂજારી પણ નથી. છતા અહીં હજારો લોકોની શ્રદ્ઘા છે. આ મંદિર જિલ્લાના ચિરમોલિયામાં રસ્તાના કિનારે વૃક્ષની નીચે બનેલું છે. 

દાવા છે કે બાવજીએ ઘણા લોકોને સાક્ષાત દર્શન આપ્યા છે. રસ્તો ભટકી ગયેલા લોકોને પણ સાથ લઇ જઈને રસ્તો બતાવે છે અને તેમને ઘર સુધી છોડીને આવી છે. ઘણા લોકોએ અહીં પર ચમત્કાર થતા જોયા છે.

આ મંદિર વિશે માન્યતા છે કે જો તમારો સમય ખરાબ સમય ચાલી રહ્યો છે અને તમે અહીં આવીને ઘડિયાળ ચડાવો તો તમારો સમય ઠીક થઇ જશે. હજારો લોકો અહીં મન્નત માંગી ચૂકયા છે અને પુરી થવા પર ઘડિયાળ ચડાવી ચૂકયા છે.

આ આખો વિસ્તાર ઘડિયાળોથી ભરેલો છે. દર વર્ષે હજારો ઘડિયાળો નદીમાં વહાવી દેવામાં આવી છે. આમ તો આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે. પહેલા અહીં સગસ બાવજી એક ચબુતરા પર બેસતા હતા. લોકોએ હવે ત્યાં એક મંદિર બનાવી દીધું છે.

એક ભકતે તો માનતા પુરી થવા પર આવનાર શ્રદ્ઘાળુઓ માટે હેડપંપ પણ લગાવી દીધો છે. જેથી અહીં આવનાર લોકોને પાણી મળી શકે. ખાસ વાત એ છે કે આ મંદિરમાં તાળું પણ લગાવવામાં આવતું નથી. અહીં ચડાવેલી ઘડિયાળો કોઇ ચોરી કરતું નથી.

એક માન્યતા છે કે એક વખત કોઇ વ્યકિતએ ૫ ઘડિયાળ ચોરી કરી તો તે આંધળો થઇ ગયો હતો. અહીં માનતા માંગવા પર ઘણા પ્રકારની પરેશાનીઓમાંથી બહાર આવી જાય છે. કહેવામાં આવે છે કે યક્ષ કોઇપણ સમસ્યાનું સમાધાન તરત લાવે છે.

Read About Weather here

તેણે લોકોને ચોરીને વાત બતાવી. તેણે કહ્યું કે તે આંધળો થયા પછી તેણે ત્યાં દસ ઘડિયાળ ચડાવી તો તેને પછી દેખાવવા લાગ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here