દેશની પ્રથમ બૌધ્ધ સર્કીટ ટ્રેન એટલે ફાઈવસ્ટાર હોટેલ

દેશની પ્રથમ બૌધ્ધ સર્કીટ ટ્રેન એટલે ફાઈવસ્ટાર હોટેલ
દેશની પ્રથમ બૌધ્ધ સર્કીટ ટ્રેન એટલે ફાઈવસ્ટાર હોટેલ

વિશ્ર્વભરનાં મુસાફરો અને સહેલાણીઓનાં દિલ જીતી લેતી સર્કીટ
આઈઆરસીટીસી દ્વારા શરૂ કરાયેલી ટ્રેન સેવાનું જબરું આકર્ષણ: બૌધ્ધ ધર્મી ઉતારું અને સહેલાણીઓ માટે જબરું આકર્ષણ

દેશના તમામ અગ્રણી બૌધ્ધ પવિત્ર સ્થાનોને આવરી લેતી બૌધ્ધ સર્કીટ ટ્રેનમાં મુસાફરી કરીને બૌધ્ધ ધર્મનાં ઉતારુંઓ અને સહેલાણીઓ ટ્રેનની રજવાડી સફર અને ફાઈવસ્ટાર હોટેલ જેવી સુખ સુવિધાનાં વખાણ કરતા થાકતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

થોડા સમય પહેલા જ દેશમાં આધુનિક અને શાહી સવલતો સાથેની બૌધ્ધ સર્કીટ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો છે. દેશના અગ્રણી બૌધ્ધ સમારકો સારનાથ, કુશીનગર અને રાજગીર વિસ્તારોમાંથી આ ધાર્મિક ટ્રેન પસાર થાય છે.

બૌધ્ધ ધાર્મિક સ્થાનોની મુલાકાત માટે હજારો બૌધ્ધ ધર્મીઓ અને સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. ખાસ કરીને દક્ષિણ એશિયાનાં દેશોમાંથી મોટાપાયે સહેલાણીઓ આવતા હોય છે.

આ ટ્રેન ફાઈવસ્ટાર હોટેલ જેવો અનુભવ કરાવતી ટ્રેન છે. અંદરનું અદ્ભુત ઈન્ટીરીયર, રંગોનું વૈવિધ્ય બૌધ્ધ મહામુલા ચિત્રો અને કલાકૃતિઓથી શોભતો ભવ્ય ડાઈનીંગ હોલ કોચ, ખૂબ જ રસપ્રચુર ભોજન એક-એકથી ચડિયાતી લહેજતદાર વાનગીઓ આવું તો ઘણું બધું આ ફાઈવસ્ટાર ટ્રેનમાં જોવા મળશે.

બૌધ્ધ ધર્મનાં સ્થાપક ગૌતમ બુધ્ધનાં જીવનને વણાંક આપનાર સારનાથ ધર્મ સ્થાનથી શરૂ કરીને તમામ બૌધ્ધ પ્રાચીન સ્થળોને આવરી લેતી આ ટ્રેન સેવા કુશીનગર થાય છે.

યુ.પી. નાં કુશીનગર વિસ્તારમાં ગૌતમ બુધ્ધએ આખરી શ્વાસ લીધા હતા. વિશ્વનાં પ્રાચીન ધર્મો પૈકીનાં એક બૌધ્ધ ધર્મનાં અનુવ્યાયીઓ મોટાભારે એશિયાઈ દેશોમાં છે.

મૌર્ય વંશનાં સમ્રાટ અશોકનાં શાસનકાળ દરમ્યાન આ ધર્મનો ખૂબ જ વિકાસ થયો હતો. અશોકે દેશભરમાં બનાવડાવેલા શીલા લેખો હજુ પણ મોજુદ છે. ગુજરાતમાં ગીરનારની ગોદમાં આવા શીલાલેખ જોવા મળ્યા છે.

Read About Weather here

એશિયાથી આવેલી એક સહેલાણી મહિલાએ રજવાડી ટ્રેનનાં બે મોઢે વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે, દરેક ડબ્બામાં ખૂબ જ સુંદર રંગકામ કરાયું છે. ખૂબ જ અનુકુળ એવા બેડ છે. મને ફાઈવસ્ટાર હોટેલ જેવો અનુભવ થયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here