દેશના 74 કરોડ શ્રમિક મજૂરોની આર્થિક પરિસ્થિતિ ગંભીર!

દેશના 74 કરોડ શ્રમિક મજૂરોની આર્થિક પરિસ્થિતિ ગંભીર!
દેશના 74 કરોડ શ્રમિક મજૂરોની આર્થિક પરિસ્થિતિ ગંભીર!

ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશન પ્રમુખ દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્ર પાઠવાયો

ઓલ ઇન્ડિયા એમએસએમઈ ફેડરેશનના પ્રમુખ મગનભાઈ એચ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય શ્રમ અને રોજગાર, ઉદ્યોગ મંત્રાલય અને રાજ્યોનાં મુખ્યમંત્રીઓને પત્ર લખી એક નિવેદનમાં જણાવ્યું છે

Visit Saurashtra Kranti Homepage here

કે કોરોનાકાળ દરમિયાન સૌથી વધારે આર્થિક ગંભીર અસર દેશનાં 74 કરોડ શ્રમિક મજૂરોને પહોંચી છે.સરકારે ગરીબો, શ્રમિકો માટે આરોગ્ય વીમા યોજના, જીવન વીમા યોજના, હાઉસીંગ યોજના, એજ્યુકેશન યોજના,અનાજ વિતરણ

યોજના તેમજ અન્ય નાના મોટા વ્યવસાય માટે ગેરંટર વગરની લોન જેવી ઘણી બધી વ્યવસ્થા કરી છે,તેમાં સરકારી અવ્યવસ્થા અને તેની સાથે જોડાયેલા આપણા દેશનાં વેપારીઓ કે

ક્ધસલ્ટન્ટો આ યોજનાઓને નફાખોરીમાં ફેરવી પરિણામલક્ષી પરિણામ લાવી શક્યા નથી માટે દેશનાં 74 કરોડ શ્રમિકો માટે કેન્દ્ર,રાજ્ય સરકારો અને યોગ્ય વ્યક્તિઓએ મોનીટરીંગ કરવું પડશે.

મગનભાઈ પટેલે વધુમાં જણાવ્યું છે કે આજે દેશમાં જુદા જુદા સેક્ટરોમાં ખજખઊ સેક્ટર સહીત આશરે 74 કરોડ જેટલા શ્રમિક મજૂરો કામ કરે છે. જેમાં ખજખઊ સેક્ટરમાં આશરે 15 કરોડ, કોર્પોરેટ અને

લાર્જ સેક્ટરમાં આશરે 12 કરોડ, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આશરે 12 કરોડ, એગ્રીકલચર સેક્ટર પરિવાર સાથે આશરે 20 કરોડ અને જુદા-જુદા અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં આશરે 15 કરોડ શ્રમિક મજૂરો છે.

તેમાં ઙઋ, ઊજઈં જેવા ઓર્ગેનાઈઝ સેક્ટરમાં કામ કરતા ફક્ત 10 થી 15 કરોડ શ્રમિકો છે. કોરોનાકાળ દરમિયાન કેટલા ખજખઊ યુનિટો બંધ થયા,કેટલા શ્રમિકોએ પ્રોવિડંડ ફંડ ઉપાડ્યું જેવી વિગતો મળતી નથી.

અમારા એક અભ્યાસ મુજબ કોરોનકાળ દરમિયાન ઓર્ગેનાઈઝ સેક્ટરમાંથી આશરે 2 લાખ હજાર કરોડ ઙઋનો ઉપાડ થયેલ છે. શ્રમિકોને ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોની સૌથી ખરાબ પરિસ્થિતિ ગુજરાત,યુપી, બિહાર,મહારાષ્ટ્ર,પશ્ર્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં પણ છે.

રોજગારીના અભાવે પરિવારનું ભરણ પોષણ કરવા માટે સોના ચાંદીનાં કિંમતી દાગીનાં, મિલ્કતો, વાહનો, ઉપર 5% થી 10% જેવા માસિક ઉંચા વ્યાજનાં દરે ધિરાણ લેવાની ફરજ પડી છે

અથવા ગીરવે મુકાઈ ગયા છે. ભાડાના મકાનમાં રહેતા શ્રમિકોને ભાડું આપવામાં મોડું થવાથી મકાન પણ ખાલી કરવાનો વારો આવ્યો છે.જે ખુબ ગંભીર અને વિચારણા માંગી લે તેવી બાબત છે.

મગનભાઈ પટેલે વધુમાં જણાવ્યું છે કે આજે દેશમાં શ્રમિક અને ગરીબવર્ગના પરિવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવે છે જેની કિંમત આશરે રૂ.400 જેટલી હોય છે.

આના બદલે જો રૂ.400ની દૈનિક આવક મુજબની નોકરી શ્રમિકોને આપવામાં આવે તો તેઓને સરકારના અનાજની જરૂર ના રહે.શ્રમિકોના રહેઠાણ બાબતે જો વાત કરીયે તો રાજ્ય સરકારની હાઉસીંગ સોસાયટીઓ કે જે બિલકુલ સ્લમ એરિયામાં હોય છે

જ્યાં ગંદકી,વીજળીનાં ધાંધીયા હોય છે, પીવા માટે શુદ્ધ પાણી પણ હોતું નથી તેમજ બાળકો માટે નજીકમાં સારી સ્કૂલનો અભાવ હોવાથી તેઓ સ્કિલ એજ્યુકેશન લઈ શકતા નથી.

Read About Weather here

શ્રમિકોનાં વસવાટ માટેનાં હાઉસીંગનાં મકાનો પણ 30 થી 40 વર્ષે ખખડી જાય, પડી જાય, જર્જરિત થઈ જતા હોય છે જેને સરકારે ફંડ આપી રિસ્ટ્ર્કચર કરવાની જરૂર છે. તેમ યાદીમાં જણાવ્યું છે. (1.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here