દેશના સૌથી મોટા ગંગા એક્સપ્રેસ-વે નો કરાર અદાણીનાં ગજવામાં

દેશના સૌથી મોટા ગંગા એક્સપ્રેસ-વે નો કરાર અદાણીનાં ગજવામાં
દેશના સૌથી મોટા ગંગા એક્સપ્રેસ-વે નો કરાર અદાણીનાં ગજવામાં

594 કિ.મી. પૈકી બદાયુથી પ્રયાગરાજ સુધી 464 કિ.મી. માર્ગ બાંધશે ગુજરાતની કંપની: કેન્દ્રીય હાઈ-વે ઓથોરીટી સાથે અદાણી કંપનીનો રૂ. 17 હજાર કરોડનો કરાર

દેશના સૌથી મોટા 594 કિ.મી. લાંબા એક્સપ્રેસ-વે નું મોટાભાગનું નિર્માણ કરી ગુજરાતની વિખ્યાત અદાણી કંપનીનાં હાથમાં આવ્યું છે. યુ.પી. માં મેરઠથી પ્રયાગરાજ સુધીનો ગંગા એક્સપ્રેસ-વે દેશનો મોટામાં મોટો એક્સપ્રેસ-વે બનશે.

Visit Saurashtra Kranti Homepage here

594 કિ.મી. લાંબા એક્સપ્રેસ-વે પૈકી બદાયુથી પ્રયાગરાજ સુધીનો 464 કિ.મી. લાંબો એક્સપ્રેસ-વે બાંધવાનું કામ અદાણી કંપનીનાં હાથમાં આવી ગયું છે. આ અંગે યુ.પી. સરકાર

અને હાઈ-વે ઓથોરીટી સાથે અદાણી કંપનીએ રૂ. 17085.16 કરોડનો જંગી કરાર સંપન્ન કર્યો છે. ટૂંકમાં કહીએ તો 80 ટકા એક્સપ્રેસ-વે નું નિર્માણ કાર્ય અદાણી કંપનીને સોંપવામાં આવ્યું છે.

અદાણી એન્ટરપ્રાઈઝ કંપનીએ જાહેર કર્યું હતું કે, સિક્સલેન એક્સપ્રેસ-વે બનાવવા માટે યુ.પી. સરકારનાં એક્સપ્રેસ-વે ઔદ્યોગિક વિકાસ સતા મંડળ તરફથી કંપનીને પત્ર મળી ગયો છે. અદાણી કંપનીએ ટેન્ડર અને બિડિંગ પ્રક્રિયામાં પણ ભાગ લીધો હતો.

Read About Weather here

કંપનીનાં માર્ગ વિભાગનાં સીઈઓ કેપી.મહેશ્વરીએ જણાવ્યું હતું કે, અદાણી કંપની પાસે 13 રાજ્યોમાં માર્ગ નિર્માળનાં રૂ. 35 હજાર કરોડનાં કામો હાથમાં છે. અદાણી કંપની વિશ્વકક્ષાનાં બાંધકામ કરવાની ક્ષમતા અને નિર્માળમાં ઝડપની ખ્યાતિ ધરાવે છે. આટલા રાજ્યોનાં કોન્ટ્રાકટ કંપનીની ક્ષમતાનો પુરાવો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here