દેશના અનેક શહેરોમાં આતંક મચાવવાના કાવતરાનો પર્દાફાશ

દેશના અનેક શહેરોમાં આતંક મચાવવાના કાવતરાનો પર્દાફાશ
દેશના અનેક શહેરોમાં આતંક મચાવવાના કાવતરાનો પર્દાફાશ

આઈ.એસ.આઈ અને દાઉદ ગેંગનાં ભયાનક ષડ્યંત્રને નિષ્ફળ બનાવતી દિલ્હી પોલીસ: આર.ડી.એક્સ, ગ્રેનેડ, પિસ્તોલ અને દારૂગોળા સાથે 6 કાવતરાખોરોની ધરપકડ: અનેક રાજ્યોમાં દિલ્હી પોલીસનાં નેજા હેઠળ ગુપ્ત રીતે હાથ ધરાયું ઓપરેશન
કરાચીમાં ભરાયેલા દાઉદ ઈબ્રાહીમનો ભાઈ અનીષ કાવતરાનો માસ્ટર માઈન્ડ: ડી. કંપની દ્વારા હવાલા મારફતે નાણા, શસ્ત્રો અને દારૂગોળો મોકલવામાં આવનાર હતો: તહેવારો દરમ્યાન અનેક શહેરોમાં પ્રચંડ ધડાકા કરવાની મેલી મુરાદ નિષ્ફળ

પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર સંસ્થા આઈ.એસ.આઈ અને ડી.ગેંગ તરીકે ઓળખાતી દાઉદ ઈબ્રાહીમની ટોળકી દ્વારા ભારતમાં તહેવારો દરમ્યાન અનેક શહેરોમાં પ્રચંડ વિસ્ફોટ કરવાનું કાવતરું દિલ્હી પોલીસની ઊંડી અને વ્યાપક તપાસમાં પકડાઈ ગયું છે

Visit Saurashtra Kranti Homepage here

અને આતંકવાદી ષડ્યંત્રમાં સંડવાયેલા મનાતા 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આ રીતે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં મોટા પાયે સફળ ઓપરેશન હાથ ધરીને આઈ.એસ.આઈ- ડી.ગેંગનાં ભયાનક ષડ્યંત્રને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે.

દિલ્હીનાં એન્ટી-ટેરર યુનિટનાં વડા પ્રમોદ કુશવાહાએ જણાવ્યું હતું કે, પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી આર.ડી.એક્સ, ગ્રેનેડ, બેરેટા પિસ્તોલ અને દારૂગોળાનો સંગ્રહી રાખવાનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો.

તહેવારો દરમ્યાન અનેક શહેરોમાં ધડાકા કરવાનું કાવતરું રચાયું હતું. દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં આતંકી ગેંગ પાસેથી 1 કિ.ગ્રા. સુધીનું આર.ડી.એક્સ કબ્જે લીધું છે.

દિલ્હી પોલીસનાં જણાવ્યા મુજબ કરાચીમાં છૂપાયેલા વોન્ટેડ આતંકી આકા દાઉદ ઈબ્રાહીમનાં ભાઈ અનીષ દ્વારા સમગ્ર ષડ્યંત્રનું સંકલન કરવામાં આવ્યું હતું. અંડર વર્લ્ડની ગુપ્ત ચેનલ મારફત આતંકીઓની ભરતી,

નાણા અને શસ્ત્રો હવાલા મારફત મોકલવા સહિતની તમામ કામગીરી પર અનીષ નજર રાખી રહ્યો હતો. સમગ્ર ઓપરેશનનું સીધુ સંચાલન આ રીતે દાઉદનો ભાઈ કરી રહ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હીથી પકડાયેલો મહોમદ ઓસામા અને અલ્હાબાદથી ઝડપાયેલો ઝીશાન પાકિસ્તાનનાં ગ્વાદર બંદર વિસ્તારમાં આઈ.એસ.આઈ નાં નેજા હેઠળ તાલીમ લઈને આવ્યા હતા.

અનીષનાં સાગ્રીતોએ આ બંનેને મસ્કત થઇને પાકિસ્તાન પહોંચાડ્યા હતા. આ ટોળકી ભયાનક વિસ્ફોટોનું કાવતરું બહાર પાડે તે પહેલા દિલ્હી પોલીસે જોરદાર અને વ્યાપક કામગીરી કરીને ષડ્યંત્ર પકડી પડ્યું છે.

સૌથી પહેલા ડી.કંપનીનાં સાગ્રીત અને ભારતમાં કાવતરાની કમાન્ડ સંભાળતા જાન મહોમદ શેખ ઉર્ફે સમીર કાલીયા (ઉ.વ.47) ની મુંબઈનાં સોશિયલ નગરનાં રહેવાસીની શેખને રાજસ્થાનનાં કોટા વિસ્તારમાં ચાલુ ટ્રેનમાંથી ઝડપી લેવાયો હતો.

બાદમાં દિલ્હીનાં જામિયા નગરમાંથી મહોમદ ઓસામા (ઉ.વ.22) ઉર્ફે સમી અને યુ.પી. નાં રાય બરેલીનાં રહેવાસી અને ડી.ગેંગનાં સાગ્રીત હવાલા કારોબારી મૂળચંદ (ઉ.વ.47) ની ધરપકડ કરી લેવાઈ હતી.

બાદમાં આખું ષડ્યંત્ર ઉઘાડું પડી જતા ઠેર-ઠેર દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રયાગરાજથી જીશાંગ કમર, લખનૌથી મહોમદ આમીર જાવેદ અને દિલ્હીનાં હબુ બકર (ઉ.વ.23) ની ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીનાં પો.કમિશનર રાકેશ અસ્થાનાનાં માર્ગદર્શન મુજબ દિલ્હી પોલીસનાં એ.સી.પી લલિતમોહન નેગી અને રદય ભૂષણનાં ક્રેકટીમે દરોડા પાડી તમામ 6 ને દબોચી લીધા હતા.

ડી.સી.પી કુશવાહા એ જણાવ્યું હતું કે, અનીષ ઈબ્રાહીમની ખૂબ નજીક મનાતો સમીર આઈ.એસ.આઈ અને ડી.ગેંગનાં ઈશારે આધુનિક હથિયારો, ગ્રેનેડ અને વિસ્ફોટકો અલગ-અલગ શહેરોમાં પહોંચાડવાનું કામ સંભાળી રહ્યો હતો.

જયારે ઓસામા અને ઝીશાનને દિલ્હી, યુ.પી. તથા અન્યત્ર ધડાકા કરવા માટેનાં સ્થળોની રેકી કરવાનું કામ સોંપાયું. આ સમગ્ર કાવતરા અંગે કેન્દ્રીય ગુપ્તચર સંસ્થા પાસેથી મહત્વની બાતમી મળી હતી

જેના આધારે દિલ્હી પોલીસનાં ખાસ સેલની ટીમ સક્રીય કરવામાં આવી હતી અને આખું ષડ્યંત્ર ઝડપી નિષ્ફળ બનાવામાં આવ્યું હતું.

આ કાવતરાને નિષ્ફળ બનાવવા માટે અનેક ટીમને મુંબઈ, લખનૌ, પ્રયાગરાજ, રાયબરેલી અને પ્રતાપગઢ દોડાવવામાં આવી હતી. અગાઉ મળેલી બાતમીનાં આધારે ઠેકઠેકાણે વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા.

આતંકવાદી ટોળકીએ હથિયારો અને વિસ્ફોટકો યુ.પી. માં એક ભૂગર્ભ સ્થળે સંતાળી રાખવાનું કબુલ કર્યું છે. પકડાયેલા તમામની ઊંડી પૂછપરછ કરવામાં અવી છે.

Read About Weather here

આ ટોળકીનાં અન્ય સાગ્રીતોને શોધી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમામને અદાલતમાં રજૂ કરી રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here