દેરડી કુંભાજી ગોડાઉનમાં ટોકનનો જુગાર રમતા ૮ શકુની પકડાયા

દેરડી કુંભાજી ગોડાઉનમાં ટોકનનો જુગાર રમતા ૮ શકુની પકડાયા
દેરડી કુંભાજી ગોડાઉનમાં ટોકનનો જુગાર રમતા ૮ શકુની પકડાયા
ગોંડલ તાલુકાના દેરડી  કુંભાજી ગામે ગોડાઉનમાં ટોકન આધારિત જુગાર રમતો હોવાની બાતમીનાં આધારે ગોંડલ તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ગોડાઉન માલિક જગદીશ બાવા પરવાડી (ઉ.વ.૩૮), દેવજી નાનજી પડશાળા, રમેશ મનુ ઉર્ફે પરેશ મનજી કાપડિયા, દયાશંકર ઉર્ફે પરેશ ભોળાશંકર ઉપાધ્યાય, જયંતી ઉર્ફે જે.કે.ખોડા, પ્રવિણ પોપટ પીપળીયા, બહાદુર ભેડા, જયસુખ ઉકા પરવાડીની ધરપકડ કરી પોલીસે ટોકન તથા રોકડ રૂ. ૧,૦૦,૦૦૦ રોકડ કબ્જે કરી છે.(૫.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

પડધરીનાં જીલરીયા ગામે શ્રમિક મહિલાએ ઝેર પીધું

પડધરીના જીલરીયા ગામે રહેતી મૂળ એમ.પી ની મનિષા નાગર ચૌહાણ (ઉ.વ.૩૫) એ રત્ના પટેલની વાડીએ અકળ કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.(૫.૧૨)


ત્રિવેણીનગરમાં બોલેરોની ઠોકરે બાળક ચડી જતા મોત

શહેરનાં દોશી હોસ્પિટલ પાસે ત્રિવેણીનગરમાં પુરપાટ ઝડપે નિકળેલા બોલેરો ચાલકે શેરીમાં રમતા મનોજ મહેન્દ્ર ડાભી (ઉ.વ.૯) ને ઠોકર મારી ગંભીર ઈજા પહોંચાડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે બાળકને માથાના ભાગે ગંભીર ઈજાથી મોત નિપજ્યાનું જાહેર કરતા ભરવાડ પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બાળકનાં મૃતદેહને પી.એમ અર્થે ખસેડી માલવિયાનગર પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(૫.૧૨)

Read About Weather here


બગસરામાં વૃધ્ધાને પાડોશી બે મહિલા સહિત ત્રણે મારમાર્યો

બગસરા- જેતપુર રોડ પર રહેતા સમજુબેન ટપુભાઈ રાઠોડ (ઉ.વ.૬૨) પર જુના ઝઘડાનો ખાર રાખી પાડોશી દિપક, તેની બહેન કિરણ, ગનુંબેન ઝઘડો કરી ઢીકાપટ્ટાનો મારમાર્યો હતો. ઘવાયેલા વૃધ્ધા બેભાન થઇ જતા તેના પુત્રે દિવ્યેશે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઈજાગ્રસ્ત વૃધ્ધાએ ત્રણ વર્ષ પૂર્વે પાડોશી કિરણનું એક યુવક સાથે સગપણ કરાવ્યું હતું. જે યુવક સાથે મનમેળ નહીં થતા, છૂટાછેડા નહીં દેતો હોવાથી મહિલાએ ખાર રાખી હુમલો કર્યો હતો.(૫.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here