દુનિયાનો સૌથી મોંઘો ઉંટ…!

દુનિયાનો સૌથી મોંઘો ઉંટ...!
દુનિયાનો સૌથી મોંઘો ઉંટ...!

આ દુનિયાનું સૌથી મોઘુ ઉંટ બતાવવામાં આવી રહ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ઉંટની હરાજી ૭ મિલિયન સાઉદી રિયાલ એટલે કે લગભગ ૧૪ કરોડ ૨૩ લાખ રૂપિયા લગાવવામાં આવી છે. ઈસ્લામનો પવિત્ર મહિનો રમજાન ટૂંક સમયમાં શરૂ થનાર છે. તેના પહેલા સઉદી અરબમાં એક ઉંટ એટલી મોંઘી કિંમતમાં વિચાયો છે, જેના વિશે જાણીને તમારા હોંશ ઉડી જશે. આ ઉંટની કિંમત જાણીને તમે દાંત નીચે તમારી આંગળી દબાવી લેશો.

Visit Saurashtra Kranti Homepage here

ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, આ ઉંટ માટે સાઉદી અરબમાં સાર્વજનિક હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. હરાજીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તેમાં પારંપરિક પોશાક પહેરેલો એક શખસ માઈક્રોફોન મારફતે હરાજીમાં બોલી લગાવતો જોવા મળી શકે છે.ઉંટની શરૂઆતી હરાજી ૫ મિલિયન સઉદી રિયાલ એટલે કે લગભગ ૧૦ કરોડ ૧૬ લાખ રૂપિયા રાખવામાં આવી હતી. ત્યારબાદ ૭ મિલિયન સઉદી રિયાલની હરાજી પર તેની હરાજી ફાઈનલ કરી નાંખવામાં આવી. જોકે, આટલી ઉંચી હરાજી લગાવીને ઉંટ ખરીદનાર શખસનો ખુલાસો કરવામાં આવ્યો નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઉંટને એક દ્યાતુના વાડામાં રાખવામાં આવ્યું છે.

Read About Weather here

પારંપારિક પોશાક પહેરેલા લોકો હરાજીમાં સામેલ થયેલા જોઈ શકાય છે.સઉદી અરબમાં આટલા મોંઘી કિંમતની હરજી કરવામાં આવેલું ઉંટ દુનિયાના દુર્લભ ઉંટોમાંથી એક માનવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉંટ સઉદી અરબના લોકોના જીવનમાં ભાગેદાર થાય છે. ઈદના દિવસે સઉદી અરબમાં ઉંટોની બલિ ચઢાવવામાં આવે છે. સઉદી અરબમાં વિશ્વનો સૌથી મોટો કેમલ મેળો પણ લાગે છે.આ ઊંટ તેની ખાસ સુંદરતા અને વિશિષ્ટતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દુનિયામાં આ પ્રજાતિના ઉંટ ખૂબ જ ઓછા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here