દિવાળી તહેવાર નિમિત્તે અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને રૂ.22નાં ભાવે વધારાની એક કિલો ખાંડ મળશે

દિવાળી તહેવાર નિમિત્તે અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને રૂ.22નાં ભાવે વધારાની એક કિલો ખાંડ મળશે
દિવાળી તહેવાર નિમિત્તે અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને રૂ.22નાં ભાવે વધારાની એક કિલો ખાંડ મળશે

બીપીએલ, અંત્યોદય, એનએફએસ રેશન કાર્ડધારકોને કાર્ડ દિઠ એક લીટર રીફાઇન્ડ કપાસીયા તેલ 1 લીટર પાઉંચ રૂ.93ના ભાવે મળશે

દિવાળી તહેવારને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યા છે. રેશનકાર્ડ ધારકોને કાર્ડ પર અનાજનો જથ્થો મળી રહે તે માટે રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અંત્યોદય તથા બીપીએલ કાર્ડધારકોને નવેમ્બર મહિના માટેનાં ખાંડનાં તહેવાર નિમિતે વધારા સહિત જથ્થાની ફાળવણી કરવા મામલતદાર તથા જનરલ ઓફિસરને જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અંત્યોદય કાર્ડધારકો પૈકી ત્રણ વ્યક્તિ સુધીની જનસંખ્યા ધરાવતા કાર્ડધારકોને કાર્ડ દીઠ એક કિલો અને ત્રણથી વધુ જન સંખ્યા ધરાવતા કાર્ડધારકોને વ્યક્તિદીઠ 0.350 ગ્રામ પ્રતિકિલોનાં રૂ.15 નાં ભાવે જયારે બીપીએલ કાર્ડધારકોને વ્યક્તિદીઠ 0.350 ગ્રામ પ્રમાણે

પ્રતિકિલોનાં રૂ. 22 નાં ભાવે વિતરણ કરવામાં આવશે. તદ્દઉપરાંત તહેવાર નિમિતે અંત્યોદય કાર્ડધારકોને કાર્ડદીઠ એક કિલો અને બીપીએલ કાર્ડધારકોને રૂ. 22 નાં ભાવે વધારાનાં ખાંડનાં જથ્થાનું વિતરણ કરવામાં આવશે.

તહેવારોની જરૂરિયાતનાં 100 ટકા પ્રમાણે જથ્થાની ફાળવણી કરેલ છે. અંત્યોદય બીપીએલ એનએફએસએલ એપીએલ- 1, એનએફએલ એપીએલ- 2 રેશનકાર્ડ ધારકોને નવેમ્બર માસ માટે કાર્ડદીઠ એક લીટર રીફાઈન્ડ કપાસિયા તેલ એક લીટર રૂ. 93 નાં ભાવે વિતરણ કરવામાં આવશે.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અંતર્ગત અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબોને અનાજ (ઘઉં, ચોખા) અને તુવેર દાળની વિતરણ કરવામાં આવશે. અંત્યોદય કાર્ડધારકોને

રાશનકાર્ડ પર રૂ. 2 નાં ભાવે ઘઉં 25 કિલો, ચોખા રૂ. 3 નાં ભાવે કાર્ડદીઠ 10 કિલો આપવામાં આવશે. તેમજ કાર્ડદીઠ તુવેરદાળ 1 કિલોનાં 71 રૂપિયા લેખે વિતરણ કરવામાં આવશે.

Read About Weather here

અગ્રતા ધરાવતા કુટુંબો (પીએચએચ) ને વ્યક્તિદીઠ ઘઉં 3.500 કિલોગ્રામ રૂ.2 લેખે ચોખા વ્યક્તિદીઠ દોઢ કિલો રૂ. 3 નાં ભાવે વિતરણ કરવામાં આવશે. એક કિલો તુવેરદાળ રૂ. 71 નાં ભાવે કાર્ડદીઠ એક કિલો વિતરણ કરવામાં આવશે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here