દિવાળી તહેવારમાં દારૂડિયાઓની ખેર નથી…!

દિવાળી તહેવારમાં દારૂડિયાઓની ખેર નથી...!
દિવાળી તહેવારમાં દારૂડિયાઓની ખેર નથી...!
આ અંગે ટ્રાફિક પોલીસ વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર મયંક સિંહ ચાવડાએ જણાવ્યું છે કે, આગામી સમયમાં દિવાળીને લઈ પોલીસ દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

દિવાળી તહેવારોમાં દારુડિયાઓને પકડવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા બ્રેથ એનેલાઈઝર, ટોઇંગ વેન અને આખી ટીમ સાથે રસ્તા પર હશે. જે ટ્રાફિક નિયમન કરવા અને નિયમ તોડનાર સામે કાર્યવાહી કરશે.

 જેમાં લોકોને કોઈ પરેશાની ઉભી ન થાય તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સીસીટીવી કેમેરા મોનીટરીંગ પર સર્વેલન્સ માટે અધિકારીઓ નીમવામાં આવ્યા છે. તેની સાથે દારૂ પીધેલા લોકો માટે પણ બ્રેથ એનેલાઈઝર ઉપયોગ લેવામાં આવશે.

ટ્રાફિકના કર્મચારીયો ફિલ્ડ પર રહેશે. શહેરીજનોએ પણ ટ્રાફિકના નિયમનું પાલન કરવું જોઈએ. દિવાળીમાં શહેરીજનો શાંતિથી તહેવાર મનાવે એ માટે પોલીસ સતત પ્રયાસ કરશે.

આ સાથે અમદાવાદ શહેરના સિંધુ ભવન, એસજી હાઈવે સહિતના ભીડવાળા વિસ્તારમાં કેમેરા સર્વેલન્સ, સ્પીડ ગન, ઇન્ટરસેપ્શન વાહન દ્વારા વોચ રાખવામાં આવશે. બીજી તરફ બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરીને દારૂ પીધેલા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

Read About Weather here

16 ક્રેન 3000 ફોર વ્હિલર ક્લેમ, 5 સ્પીડ ગનનો ઉપયોગ કરાશે ટ્રાફિક પોલીસ વિભાગના 2 DCP ,5 ACP ,9 PI , 15 PSI , 2293 ટ્રાફિક પોલીસકર્મી,1800 TRB, 253 હોમગાર્ડની મદદથી ટ્રાફિક વ્યવસ્થા સાંભળવામાં આવશે આડેઘડ પાર્કિંગ કરી નાગરિકો ખરીદી કરવા જતા ના રહે તે અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here