દિવાળીમાં કાર ભાડે કરીને ફરવા જતાં પહેલા વિચારજો….!

દિવાળીમાં કાર ભાડે કરીને ફરવા જતાં પહેલા વિચારજો....!
દિવાળીમાં કાર ભાડે કરીને ફરવા જતાં પહેલા વિચારજો....!

ખાનગી કેબ માલિકોના અંદાજ પ્રમાણે, એસયુવીનું પ્રતિ કિલોમીટર ભાડું ૧૩ રૂપિયાથી વધીને ૧૫ રૂપિયા થયું છે અને દિવાળીના તહેવારોમાં એટલે કે, ૩૦ ઓકટોબરથી ૯ નવેમ્બર સુધી પ્રતિ કિલોમીટર ભાડું ૧૮-૨૦ રૂપિયા પહોંચી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

માગમાં વધારાના કારણે આ ભાવવધારો જોવા મળશે તેવો અંદાજ છે. આ જ પ્રકારે સીડાન કારનું ભાડું ૨૦ ટકા વધીને ૧૨ રૂપિયા પ્રતિ કિલોમીટર થયું છે, જે દિવાળીના દિવસોમાં વધીને ૧૫ રૂપિયા પ્રતિ કિલોમીટર થઈ શકે છે.

કોરોના મહામારીમાં ટ્રેન અને ફ્લાઈટ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવામાં લોકો ડર અનુભવી રહ્યા છે. એવામાં ટ્રાવેલર્સમાં રોડ ટ્રીપ પસંદગીનો વિકલ્પ બની રહી છે.

પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવ રોડ ટ્રીપ કરવા માગતા ટ્રાવેલર્સ માટે ચિંતાનું કારણ છે જ ત્યારે છેલ્લા એક મહિનામાં ભાડેથી મળતી ગાડીઓની કિંમતમાં પણ ૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે. આટલું ઓછું હોય તેમ તહેવારોના દિવસોમાં ટેકસીના ભાડા ઓર વધ્યા છે.

ગુજરાત લકઝરી કેબ ઓનર્સ અસોસિએશન (GLCOA)ના પ્રમુખ ચંદ્રેશ પટેલે કહ્યું, પેટ્રોલ-ડીઝલમાં થયેલા ભાવવધારાને કારણે અમારે પણ ૨૦ ટકા સુધી ભાડું વધારવું પડ્યું.

ફ્યૂઅલની કિંમતમાં વધારો થતાં અમારો પ્રોફિટ માર્જિન પણ ધોવાઈ ગયો છે. ખાનગી કેબ ઓપરેટરોનું માનીએ તો, દ્વારકા, સોમનાથ, ગીર, દીવ, દમણ, સેલવાસ, સાપુતારા, શિરડી, નાસિક, ઉદયપુર, માઉન્ટ આબુ, જયપુર, જોધપુર, જેસલમેર અને ગોવાના બુકિંગ વધુ પ્રમાણમાં થઈ રહ્યા છે.

GLCOAના પૂર્વ સેક્રેટરી અમિત શાહે કહ્યું, દિવાળીની રજાઓ વખતના બુકિંગ્સ ખૂબ સારા પ્રમાણમાં થયા છે. પરિણામે પાછલા વર્ષોમાં અમને જે નુકસાન થયું હતું તેની ભરપાઈ થઈ રહી છે.

આ અમારા ધંધા માટે સારી નિશાની છે. મહામારી શરૂ થઈ ત્યારથી લોકોનું ફરવા જવાનું બંધ થઈ ગયું હતું અને હવે તેઓ આત્મવિશ્વાસ સાથે દ્યરની બહાર નીકળી રહ્યા છે.

કોરોનાના કારણે હજી પણ લોકો ટ્રેન કે ફ્લાઈટમાં મુસાફરી કરવામાં ખચકાઈ રહ્યા છે, એટલે જ તેઓ જાણીતા લોકો સાથે નાના ગ્રુપમાં રોડ ટ્રીપ પર જવાનું પસંદ કરે છે. ઉપરાંત તહેવારની સીઝનમાં ફ્લાઈટ ટિકિટ મોંદ્યી થઈ છે

Read About Weather here

અને તેના કારણે પણ રોડ ટ્રીપ પોપ્યુલર થઈ રહી છેઙ્ખ, તેમ ગુજરાત વ્ખ્જ્ત્ના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું. લાંબાગાળાની હવાઈ યાત્રાને બદલે લોકો રોડ ટ્રીપ પર પસંદગી ઉતારી રહ્યા છે અને આ માટે તેઓ ગાડી ભાડે કરે છે અથવા તો જાતે ડ્રાઈવ કરીને જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here