દિલ્હી-મુંબઇ એકસપ્રેસ-વે પરનો નર્મદા સ્ટીલ બ્રિજ માત્ર 32 માસના વિક્રમી ગાળામાં તૈયાર

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

વાહ ગડકરી વાહ…!
સર્વશ્રેષ્ઠ હાઇ-વે પર રૂ.1300 કરોડ ખર્ચાયા છે: કેન્દ્રીય હાઇ-વે મંત્રી નીતિન ગડકરી

રૂ.1300 કરોડના જંગી ખર્ચે તૈયાર થઇ રહેલા દિલ્હી-મુંબઇ એસપ્રેસ-વે પર નર્મદા સ્ટીલ બ્રિજ માત્ર 32 મહિનાના વિક્રમી સમય ગાળામાં તૈયાર કરી લેવામાં આવ્યો છે. કેન્દ્રના રોડ પરીવહન અને હાઇ-વે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

કે, એકસપ્રેસ-વેના ભરૂચ સેકશન પર નર્મદા સ્ટીલ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ હાઇ-વે પર વન્ય જીવ અને પર્યાવરણનું રક્ષણ થાય એ રીતે નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે

અને રૂ.1300 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. ગડકરીએ જણાવ્યું હતું કે, હાઇ-વેના નિર્માણ માટે ખેડૂતોને ખુબ સારી કિંમત આપીને જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે.

આ હાઇ-વે દેશ માટે પ્રગતિ અને વિકાસનો હાઇ-વે બની રહેશે. અબજો રૂપીયાના ઇંધણની બચત થશે. દિલ્હી અને મુંબઇ વચ્ચે કારમાં 48 કલાક લાગતા હતા હવે માત્ર 12 કલાકમાં મુંબઇ થી દિલ્હી પહોંચી શકાશે. ગડકરીએ ભરૂચ વિસ્તારના પુલનું નિરીક્ષણ કર્યુ હતું

અને પત્રકારોને આ માહિતી આપી હતી. આ હાઇ-વે માટે ટ્રાફીકના નિયમો બદલવામાં આવશે. પ્રતિ કલાક 100 કિલોમીટરની ઝડપે વાહન ચલાવવાનો નિયમ નક્કી કરવામાં આવશે.

Read About Weather here

કેમ કે, આ હાઇ-વે પર કોઇપણ પ્રકારના જનાવર આડે આવશે નહીં અથવા ચાલીને જતા માણસો આડા આવશે નહીં. એ પ્રકારે હાઇ-વે તૈયાર કરવામાં આવ્યો છે. નીતિન ગડકરીએ જાતે કારમાં બેસી કલાકના 170 કિલોમીટરની ઝડપે ચાલતી કારમાં બેસીને હાઇ-વેનું ટેસ્ટીંગ કર્યુ હતું.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here