દિલ્હીમાં યેલો એલર્ટ લાગુ…!

દિલ્હીમાં યેલો એલર્ટ લાગુ...!
દિલ્હીમાં યેલો એલર્ટ લાગુ...!
CM કેજરીવાલે કહ્યું હતું કે છેલ્લા 2-3 દિવસમાં કોવિડના પોઝિટિવ કેસમાં 0.5%નો વધારો જોવા મળ્યો છે. એટલા માટે યેલો એલર્ટ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. અમુક બાબતોમાં પ્રતિબંધો લગાવાશે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના વધી રહેલા કેસ વચ્ચે દિલ્હીમાં GRAP (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન)ને લાગુ કરી દેવામાં આવ્યો છે. એનો અર્થ એ થયો કે રાજધાનીમાં યેલો એલર્ટ લાગુ થઈ ગયું છે. આ અંતર્ગત ઘણા પ્રતિબંધો મૂકવવામાં આવશે. જેમ કે દુકાનો અને મોલ ખોલવા માટે ઓડ-ઈવન ફોર્મ્યુલા લગાવી શકાશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જો કે મોટાભાગના કેસમાં હોસ્પિલમાં દાખલ થવાની જરૂર પડી નથી કે ઓક્સિજન, ICU અને વેન્ટિલેટરની જરૂર પડી નથી. ઓમિક્રોન સંક્રિમિત લોકો ઘરે રહીને સાજા થઈ રહ્યા છે.

BCCI અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના ઓમિક્રોનના વધતા સંકટ વચ્ચે આ સમાચાર ચિંતાજનક છે. ગઈકાલે મોડી રાત્રે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સૌરવને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તેમણે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.2021ની શરૂઆતમાં પણ સૌરવ ગાંગુલીને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. જાન્યુઆરીમાં ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો,

ત્યારબાદ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. એન્જિયોપ્લાસ્ટીના થોડા દિવસો બાદ પણ સૌરવની તબિયત બગડી હતી, ત્યારેપણ તેમને​​​ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વર્ષા એકનાથ ગાયકવાડ પણ કોરોના સંક્રિમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. વર્ષા એકનાથે જણાવ્યું હતું કે હળવા લક્ષણો પછી તમણે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જેમા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ વિધાનસભાની કાર્યવાહીમાં હાજર પણ રહ્યા હતા

TMC સાંસદ ડેરેક ઓબ્રાયન કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણાકારી આપી છે. છેલ્લા ત્રણ દિવસમાં પોતાના સંપર્કમાં આવનાર લોકોને કહ્યું હતું કે જો તમારામાં કોઈ લક્ષણ જણાય તો ડોક્ટરની સલાહ લજો.

દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટે ચિંતાજનક ગતિ પકડી છે. સોમવારે, એક જ દિવસમાં ઓમિક્રોનનાં સૌથી વધુ 135 કેસ નોંધાયા હતા, જેથી હવે દર્દીઓની કુલ સંખ્યા 687 થઈ છે. સોમવારે ગોવા અને મણિપુરમાં પણ ઓમિક્રોનનો કેસ નોંધાયો હતો. ઓમિક્રોન અત્યાર સુધીમાં 21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયો છે.

ગોવામાં બ્રિટનથી પરત આવેલ 8 વર્ષનું બાળક ઓમિક્રોન પોઝિટિવ મળી આવ્યુ છે. ગોવાના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ જણાવ્યું કે આ બાળક 17 ડિસેમ્બરે બ્રિટનથી ગોવા જવા રવાના થયો હતો. જયારે મણિપુરમાં એક 48 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે.

આ વ્યક્તિ થોડા દિવસ પહેલા તાન્ઝાનિયાથી ઇમ્ફાલ પરત ફર્યો છે.દેશમાં ઓમિક્રોનનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એક જ દિવસમાં સૌથી વધુ 135 કેસ નોંધાયા છે, દેશમાં અત્યારસુધીમાં 21 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોનના કુલ દર્દીઓની સંખ્યા 687 થઈ ગઈ છે.

અન્ય રાજ્યોમાંથી પણ તેલંગાણામાં 12, ઉત્તરાખંડમાં 3, હરિયાણામાં 3 અને 2 નવા કેસ નોંધાયા છે. દેશમાં ગઈકાલે કોરોનાના 6,358 કેસ નોંધાયા છે અને 293 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Read About Weather here

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં ઓમિક્રોનના રેકોર્ડ 63 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 26 નવા સંક્રમિત મળી આવ્યા હતા. ગુજરાતમાં પણ 24 નવા દર્દીઓ સામે આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here