દિલ્હીમાં પ્રજાસત્તાકદિને આતંકવાદી હુમલાનો ખતરો

દિલ્હીમાં પ્રજાસત્તાકદિને આતંકવાદી હુમલાનો ખતરો
દિલ્હીમાં પ્રજાસત્તાકદિને આતંકવાદી હુમલાનો ખતરો

પરેડનાં માર્ગ સહિત તમામ વિસ્તારોમાં વધુ લોખંડી સુરક્ષા: દિલ્હી પોલીસને મળેલી ગુપ્તચર બાતમી બાદ યુધ્ધનાં ધોરણે લેવાયા આતંક વિરોધી પગલા

નવી દિલ્હીમાં યોજાતી પરંપરાગત ભવ્ય વાર્ષિક પ્રજાસત્તાકદિન પરેડને ખોરવી નાખવાના બદઈરાદે આતંકવાદી હુમલો થવાની ગુપ્તચર માહિતી મળતા દિલ્હી પોલીસ એકદમ સતર્ક બની ગઈ છે અને યુધ્ધનાં ધોરણે આતંક વિરોધી પગલા લેવામાં આવી રહ્યા છે. પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસે ગુપ્તચર માહિતી મળ્યા બાદ સુરક્ષા માટે સઘન પગલા લીધા છે અને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અસ્થાનાએ ઉમેર્યું હતું કે, ડ્રોનથી હુમલો થાય તો ખાળવા માટે દિલ્હી પોલીસ એન્ટી ડ્રોન ટેકનોલોજીથી પણ સજ્જ બની છે અને એ રીતે પગલા લેવાઈ રહ્યા છે. દિલ્હી પર હંમેશા ત્રાસવાદી હુમલાનો ખતરો હોય જ છે એટલે અમે વધારે સાવધ રહીએ છીએ. સલામતીનાં પગલા માટે ગુપ્તચર તંત્ર અને રાષ્ટ્રીય સલામતી એજન્સીઓ પોલીસને મદદ કરી રહ્યા છે.

પોલીસ કમિશનરે ઉમેર્યું હતું કે, છેલ્લા બે મહિના દરમ્યાન દિલ્હી પોલીસે આતંકવાદ વિરોધી અનેક પગલા લીધા છે. વાહનોનું સખત સઘન ચેકિંગ, હોટેલો- લોજ, રેસ્ટોરાંનું ચેકિંગ, ભાડુંઆતો, મજુરો અને નોકરિયાતોનું ચેકિંગ સહિતનાં તમામ કક્ષાનાં પગલા લેવાઈ રહ્યા છે. રાજધાનીમાં સજ્જડ અને સખત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. 71 ડીસીપી,213 એસીપી, 753 ઇન્સ્પેકટર સહિત 27723 પોલીસ જવાનોનો જંગી કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસનાં કમાન્ડો પણ ફરજ પર છે. તદ્દઉપરાંત સીઆરપી ની પણ 65 કંપની સુરક્ષામાં સહાય કરશે. આતંકવાદીઓ ડ્રોન ટેકનોલોજીનો હુમલો કરે તો ડ્રોનને રોકવા માટેની ટેકનોલોજીનો પણ દિલ્હી પોલીસ ઉપયોગ કરી રહી છે. દિલ્હીનાં આકાશને સુરક્ષિત કરવા અન્ય એજન્સીઓ પણ સંકલન સાધીને કામ કરી રહી છે. તમામ રાજ્યોનાં એટીએસ નાં વડાઓ, સીઆઈડી વડાઓ અને ડીજીપી સાથે બેઠકો યોજાઈ છે.

Read About Weather here

લોકો જાગૃત રહે અને અફવાથી દોરવાય નહીં એ માટે સોશિયલ મીડિયા પર ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ટૂંકમાં સમગ્ર દિલ્હી ફરતે લોખંડી સુરક્ષાનો કિલ્લો ઉભો કરવામાં આવ્યો છે. રાજપથ ઉપર સૌથી વધુ સંગીન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here