દિલ્હીમાં તોફાની પવન સાથે ભારે વરસાદ, સેંકડો વૃક્ષો ધરાશાયી

દિલ્હીમાં તોફાની પવન સાથે ભારે વરસાદ, સેંકડો વૃક્ષો ધરાશાયી
દિલ્હીમાં તોફાની પવન સાથે ભારે વરસાદ, સેંકડો વૃક્ષો ધરાશાયી
નવી દિલ્હી સહિત આસપાસનાં વિસ્તારોમાં ગઈરાતથી વાતાવરણમાં ભારે પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. ભારે વરસાદ પણ તૂટી પડતા રસ્તા જળબંબાકાર થઇ ગયા હતા.100 થી વધુ વૃક્ષો તૂટી પડ્યા હતા. વિમાન વ્યવહારને પણ ભારે અસર થઇ છે અનેક ફ્લાઈટ રદ કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે. આસામમાં પણ પુરની પરિસ્થિતિ વધુ વણસી છે. 7 લાખથી વધુ લોકો પ્રચંડ જળરાશીની કેદમાં પુરાયા છે.દિલ્હીમાં અને આસપાસનાં વિસ્તારોમાં ગઈકાલ રાતથી ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. વૃક્ષો ઉથલી પડ્યાનાં 100 થી વધુ ઈમરજન્સી કોલ મળ્યા હતા. સવારે પણ દિલ્હી, ગાઝિયાબાદ, બહાદુરગઢ, નોઇડા, દાદરી, ગુરૂગ્રામ વગેરે વિસ્તારોમાં વરસાદ થયો હતો. તોફાની પવનને કારણે વૃક્ષો અને મકાનોનાં છાપરા ઉથલી પડ્યા હતા. વિમાન વ્યવહાર અને માર્ગ વ્યવહારને ભારે અસર થઇ છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન વ્યવહારને ભારે અસર થઇ છે. ખરાબ હવામાન હોવાથી વિમાનોનું અવર-જવરનું શેડ્યુલ્ડ ખોરવાઈ ગયું છે.

Read About Weather here

વાતાવરણ હજુ પણ વરસાદી છે અને બે દિવસ મધ્યમથી ભારે વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. દિલ્હીમાં ભારે પવન અને વરસાદને કારણે વુક્ષો ઉથલી પડ્યા હોવાથી અનેક માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ભારે પવનને કારણે મકાનોનાં બારી-બારણા હચમચી ઉઠ્યા હતા. કાચા મકાનો અને ઝુંપડાનાં છાપરા ઉડી ગયા હતા. વિમાન વ્યવહાર ખોરવાય ગયો હોવાથી દિલ્હી એરપોર્ટનાં સતાવાળાઓએ એરપોર્ટ આવતા પહેલા એરપોર્ટ રીસેપ્શન કાઉન્ટર પર છેલ્લી પરિસ્થિતિની માહિતી મેળવીને મુસાફરોને વિનંતી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here