દારૂબંધીના કાયદા હળવા કરવા સરકારની વિચારણા…!

'દારૂ જ દવા’…!
'દારૂ જ દવા’…!
સૂત્રોના કહેવા પ્રમાણે બિહાર સરકાર વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન એક પ્રસ્તાવ રજૂ કરવા માંગે છે.જેમાં દારુ પીતા પકડાયેલા લોકોને સ્થળ પર જ દંડ વસૂલીને છોડી દેવાની જોગવાઈ છે.જોકે એકથી વધારે વખત પકડાયેલાને તેનો લાભ નહીં મળે. બિહાર સરકારે ગુજરાતની જેમ દારુબંધી લાગુ તો કરી છે

Visit Saurashtra Kranti Homepage here

પણ ગુજરાતની જેમ જ બિહારમાં પણ તેના ધજાગરા ઉડી રહ્યા છે. તાજેતરમાં બિહારના સીએમ નિતિશ કુમારના મત વિસ્તાર નાલંદામાં જ લઠ્ઠાકાંડ સર્જાયો હતો અને તેના પગલે નિતિશ સરકારની આબરુના ફરી ધજાગરા થયા હતા.હવે નિતિશ કુમાર સરકારે દારુબંધીના કાયદા હળવા કરવા માટે વિચારણા શરુ કરી છે.

જેડીયુના સૂત્રોનુ કહેવુ છે કે, દારુની હેરફેર માટે પકડાતી ગાડીઓને પણ દંડ ભરીને છોડી દેવાનુ વિચારવામાં આવી રહ્યુ છે.નાલંદા કાંડ બાદ સરકારની થઈ રહેલી ટીકા વચ્ચે વિરોધ પક્ષના એક નેતાનુ કહેવુ છે કે, નીતિશ કુમારે દારુબંધી પર એક સર્વે કરવાની જરુર છે.

જો બિહારના લોકો દારુબંધી પાછી ખેંચવાના સમર્થનમાં હોય તો તેનુ પાલન થવુ જોઈએ.ઉલ્લેખનીય છે કે, બિહારમાં ૨૦૧૬થી દારુબંધી લાગુ કરાઈ છે. જોકે નિતિશ સરકાર હજી પણ દારુબંધીને લઈને મક્કમ છે.

હવે સરકારે દારુબંધી બાદ લોકોના જીવનમાં આવેલા સામાજિક અને આર્થિક બદલાવની જાણકારી આપવા માટે અભિયાન છેડવાનુ નક્કી કર્યુ છે.તાજેતરમાં પટણા હાઈકોર્ટે પણ ટીકા કરતા કહ્યુ હતુ

Read About Weather here

કે, દારુબંધીને લગતા કેસ વધી રહ્યા હોવાથી ન્યાયપ્રણાલિકા પર ભારે બોજ પડી રહ્યો છે.માટે સરકારે દારુ સાથે જોડાયેલા મામલાને લઈને દરેક જિલ્લામાં અલગ કોર્ટ બનાવવી જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here