દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી…!

દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી...!
દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી...!
બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે પોલીસથી બચવા અજીબ તરકીબ અજમાવી હતી. જોકે વલસાડ પોલીસની બાજનજરને કારણે લાખો રૂપિયાના દારૂ ભરેલી ટ્રક ઝડપી અને ટ્રકના ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

દિવાળીના તહેવારો નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘુસાડવાનું પ્રમાણ વધી ગયું છે. આજે વલસાડ  રૂરલ પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક ઝડપી હતી.

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દારૂ ઘુસ્સાડવાનું પ્રમાણ વધી ગયું છે. દારૂના ધંધામાં મોટી કમાણીને કારણે બુટલેગરો યેનકેન પ્રકારે પડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગરહવેલીમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રયાસ કરે છે.

જોકે દમણ અને દાદરાનગર હવેલીના નાકાઓ પર ગુજરાત પોલીસનો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હોવાથી રોજ દમણથી આવતા લાખો રૂપિયાના દારૂનો જથ્થો ઝડપાતા હવે બુટલેગરોએ નવી તરકીબ અજમાવી છે.

જેમાં ગોવાથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી એક ટ્રક સુરત તરફ જઈ રહી હતી. ત્યારે વલસાડ રૂરલ પોલીસને બાતમી મળતા જ પોલીસની ટીમે હાઇવે પર વોચ ગોઠવી હતી. 

આ દરમિયાન પસાર થતી ટ્રકને રોકીને તપાસ કરતાં પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રકમાં પ્લાસ્ટિકનું વેસ્ટ મટીરીઅલ ભર્યુ હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી બહારથી લાગી રહ્યું હતું કે, ટ્રકમાં માત્ર પ્લાસ્ટિક વેસ્ટ ભરેલું છે.

જોકે પોલીસને પાક્કી બાતમી મળી હોવાથી પોલીસે પ્લાસ્ટિક વેસ્ટની થેલીઓ હટાવી અને અંદર તપાસ કરતાં લાખો રૂપિયાના કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી કરતાં ટ્રક માં ૧૧.૮૫ લાખ રૂપિયાથી પણ વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.

આમ ફરી એક વખત દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યમાં દારૂની ઘૂસણખોરીને રોકવા વલસાડ પોલીસને વધુ એક સફળતા મળી છે. વિદેશી દારૂ અને ટ્રક મળી રૂપિયા ૧૭.૬૯ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં પોલીસને સફળતા મળી છે

Read About Weather here

આમ પોલીસે ટ્રક અને વિદેશી દારૂનો જથ્થો મળી અંદાજે ૧૭.૬૯  લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ  કબજે કરી દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનાર આરોપીઓને પણ શોધવાની કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here