દારૂના ધંધાના ડખામાં હત્યાના સહઆરોપીના જામીન હાઇકોર્ટ મંજુર દ્વારા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
નિલકંઠ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં દારૂના ધંધાના ડખામાં બુટલેગર રાજેશ સોલંકીની થયેલ હત્યાના ગુન્હામાં પકડાયેલા સહઆરોપી વિવેક વિઠ્ઠલભાઈ વડારીયાની જામીન અરજી હાઇકોર્ટે મંજૂર કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બનાવમાં અનુબેન રાજેશભાઈ સોલંકીએ આરોપી મુખ્ય આરોપી વિશાલ તેમજ સહઆરોપી વિવેક વિઠ્ઠલભાઈ વડારીયા સામે એકસંપ થઈ દસ્તા વડે માથામાં ઈજાઓ કરી મૃત્યુ નીપજાવ્યા અંગે આજી ડેમ પોલીસ સ્ટેશન આઈ.પી.સી.ની કલમ-302, 201, 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં બંને આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કરાયા હતા. તેમાં વિવેકે તેમના વકીલ મારફત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. તેમાં દલીલમાં જણાવેલ હતું કે બનાવ સમયે આરોપી વિવેક બનાવ સ્થળે હાજર ન હતો અને આરોપી વિવેક અન્ય આરોપી વિશાલભાઈના કારખાનામાં નોકરી કરતા હતા તેમજ સી સી ટીવી ફુટેજમાં આરોપીની હાજરી હતી નહીં.

Read About Weather here

માત્ર શંકાના આધારે આરોપી વિવેકને હત્યા જેવા ગંભીર ગુન્હામાં સંડોવી દીધો હોવાની દલીલો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને. ગુજરાત હાઈકોર્ટે વિવેકની જામીન અરજી મંજૂર કરી હતી. આ કામમાં આરોપી વતી એડવોકેટ પિયુષભાઈ શાહ તથા ગુજરાત હાઈકોર્ટના ધારાશાસ્ત્રી ખીલનભાઈ ચાંદ્રાણી અને અશ્ર્વિનભાઈ ગોસાઈ, ભાવીનભાઈ રૂઘાણી, ચિત્રાંક એસ. વ્યાસ, નેહાબેન સી. વ્યાસ, નિતેશભાઈ કથિરિયા, નિવિદભાઈ પારેખ, હર્ષિલભાઈ શાહ, કશ્યપભાઈ ઠાકર, રવિભાઈ મૂલિયા, બિનાબેન પટેલ, રાજુભાઈ ગોસ્વામી વિગેરે રોકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here