દાઢી વગર નો એન્ટ્રી..!

દાઢી વગર નો એન્ટ્રી..!
દાઢી વગર નો એન્ટ્રી..!
સોમવારે દાઢી વગરના સરકારી કર્મચારીઓ ઓફિસે આવતા અટકાવવામાં આવ્યા છે આ સાથે તેમનો ડ્રેસ કોડ પણ ચેક કરવામાં આવ્યો હતો. તાલિબાન સરકારે એક નવો આદેશ બહાર પાડીને સરકારી કર્મચારીઓ માટે દાઢી રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. અફઘાનિસ્તાનના ધાર્મિક મંત્રાલયે સરકારી કર્મચારીઓને દાઢી ન રાખવા અને સ્થાનિક ડ્રેસ જેમાં લાંબા અને ઢીલા કુર્તા પાયજામા પહેરવાનો આદેશ જાહેર કર્યો છે.અન્ય એક આદેશમાં, એરલાઈન્સને કહેવામાં આવ્યું છે કે જો મહિલાની સાથે તેના કોઈ પુરૂષ સંબંધી ન હોય તો તેને વિમાનમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવે.

Visit Saurashtra Kranti Homepage here

આ પહેલા એક જાહેર કરાયેલા આદેશમાં મહિલાઓ અને પુરુષોને એક જ દિવસે અમ્યુઝમેન્ટ પાર્કમાં જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ તાલિબાને મહિલાઓને લઈને અનેક વિચિત્ર આદેશ જાહેર કરી ચુક્યું છે. તેમાં મહિલાઓને એકલા મુસાફરી કરવા અને શાળામાં ન જવાના આદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દુકાનોની બહારથી મહિલાઓના તસવીરવાળા બોર્ડ હટાવી દેવામાં આવ્યા હતા. તાલિબાન આ બધા પાછળ ઈસ્લામિક નિયમોને ટાંકે છે. મહિલાઓ અને છોકરીઓને કામ કરવાની અને શાળા/કોલેજમાં જવાની આઝાદી ન હતી.

Read About Weather here

વર્ષ 2000માં અફઘાનિસ્તાનમાં એક પણ છોકરી શાળાએ જતી ન હતી.નાની-નાની છોકરીઓએ પણ બુરખો પહેરવો જરૂરી હતો. મહિલાઓ એકલી ઘરની બહાર નીકળી શકતી ન હતી. ઘરની બહાર જવા માટે એક પુરુષને પોતાની સાથે લઈ જવો પડતો હતો.મહિલાઓને હાઈ હીલ પહેરવા પર પણ પ્રતિબંધ હતો.પડદો એટલો ચુસ્ત હતો કે મહિલાઓ જાહેર સ્થળોએ વાત પણ કરી શકતી ન હતી, જેથી અન્ય કોઈ પુરુષ તેમનો અવાજ સાંભળી ન શકે.અખબારો, પુસ્તકો, દુકાનો અને ઘરોમાં મહિલાઓના ફોટોગ્રાફ્સ પર પ્રતિબંધ હતો. આ નિયમો અને કાયદાનો ભંગ કરવા બદલ મહિલાઓને સખત સજા કરવામાં આવતી હતી. તેમને જાહેર સ્થળોએ પથ્થરોંથી મારવામાં આવતી હતી અને શરિયા કાયદા અનુસાર સજા કરવામાં આવી હતી.  કોઈપણ જાહેર સ્થળનું નામ મહિલાઓના નામ પર રાખવામાં આવ્યું નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here