દાઢીની ઓલિમ્‍પિક્‍સની સ્‍પર્ધા…!

દાઢીની ઓલિમ્‍પિક્‍સની સ્‍પર્ધા...!
દાઢીની ઓલિમ્‍પિક્‍સની સ્‍પર્ધા...!

આ સ્‍પર્ધામાં પોતાની વ્‍યાપક કેશસંપત્તિ પ્રદર્શિત કરવા નેધરલેન્‍ડ્‍સ, ઇટલી, સ્‍વિટ્‍ઝરલેન્‍ડ, ઓસ્‍ટ્રિયા, ઇઝરાયલ સહિત અનેક દેશોના ૧૦૦થી વધુ સ્‍પર્ધકોએ જર્મનીમાં ડેરાતંબુ તાણ્‍યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જર્મનીમાં એક અનોખી સ્‍પર્ધા માટે દુનિયાભરના લોકો ભેગા થયા છે. આ સ્‍પર્ધામાં સ્‍પર્ધકો તેમના દાઢી-મૂછના જથ્‍થાને મેદાને ઉતારશે.જર્મનીની એક બિયર્ડ એન્‍ડ મસ્‍ટેશ ક્‍લબ ઉર્ફે દાઢી-મૂછ સંગઠન દ્વારા બિયર્ડ ઓલિમ્‍પિક્‍સ અને મસ્‍ટેશ ચેમ્‍પિયનશિપ જેવી ભવ્‍ય સ્‍પર્ધાનું આયોજન થયું છે.

એના પ્રમુખનું કહેવું છે કે કેશકલાપની દ્યનતા અને લંબાઈને આધારે સ્‍પર્ધકોમાંથી વિજેતાઓ પસંદ કરવામાં આવશે. એમાંય વિવિધ કેટેગરી રાખવામાં આવી છે, જેમ કે અમુક લોકો હેરજેલ જેવી પ્રોડક્‍ટ ન વાપરવાના આગ્રહી હોય છે એવા સ્‍પર્ધકો માટે પ્રાકૃતિક કેશસંપત્તિની કેટેગરી છે.

આ સ્‍પર્ધામાં આવેલા એક દાઢીપ્રેમી નિર્ણાયક કહે છે કે કેશસંપત્તિમાં તો જાળવણી એ જ સફળતા છે. અલબત્ત, આવી સ્‍પર્ધામાં એવા લોકોનો ડંકો વધારે વાગે છે જેઓ કેશના જથ્‍થા સાથે આકર્ષક સ્‍ટાઇલ ઉમેરે છે.

Read About Weather here

જોકે મોટા ભાગના સ્‍પર્ધકો આ ઇવેન્‍ટને કોઈ સદ્યન સ્‍પર્ધાને બદલે મનોરંજનના કાર્યક્રમ તરીકે માણવી વધારે પસંદ કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here