દહેજ ખાતે દેશના સૌપ્રથમ 100 એમએલડી ડિસેલીનેશન પ્લાન્ટનું લોકાર્પણ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં દહેજ-2 ઔદ્યોગિક વસાહત ખાતે રૂ.881 કરોડનાં ખર્ચે નવનિર્મિત દેશના સૌપ્રથમ 100 એમએલડી ડિસેલીનેશન પ્લાન્ટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવામાં ઉદ્યોગોનો સિંહફાળો રહ્યો છે. ગુજરાતનાં ઉદ્યોગો રાજ્યની કરોડરજ્જુ સમાન છે.મુખ્યમંત્રીના હસ્તે અંકલેશ્ર્વર વસાહતમાં નવા બનેલા રૂ.5.44 કરોડનાં ખર્ચે તૈયાર જીઆઈડીસીના અદ્યતન વહીવટી સંકુલનું લોકાર્પણ થયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

93 એમએસએમઈ ઉદ્યોગ એકમોને રૂ.11 કરોડની સહાયનાં ચેકોનું મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રીએ ભરૂચના કલેકટર તુષાર સુમેરાના વિઝન હેઠળ ભરૂચને શ્રેષ્ઠ અને રહેવા લાયક બનાવવાના નવતર અભિયાન માય લીવેબલ ભરૂચનો પ્રારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. રોડ, રેલ અને એર કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાતનું છેલ્લા બે દસકામાં જે વિકાસ થયો છે તેના પાયામાં નરેન્દ્રભાઈ મોદીની હકારાત્મક ઔદ્યોગિક નીતિઓ છે. વડાપ્રધાન પાણીનાં વિવેકપૂર્ણ ઉપયોગનાં પ્રખર હિમાયતી છે. કોરોનામાં જે રીતે ઓક્સિજનનું મહત્વ સમજાયું હતું.

Read About Weather here

એ જ રીતે વર્તમાન સમયમાં પાણીનાં મહત્વ અને પાણીની તંગીથી સર્જાતી વિકટ સ્થિતિને નજરમાં રાખી પાણીનું પારસમણી સમાન ઉપયોગ કરવો જોઈએ. સમુદ્રનાં ખારા પાણીનું શુધ્ધિકરણ કરીને ઔદ્યોગિક જરૂરિયાતોને પહોંચી વળવા દહેજમાં તૈયાર 100 એમએલડી ક્ષમતાનો ડીસેલીનેશન પ્લાન્ટ મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની આગવી સિધ્ધી સમાન ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનનાં માર્ગદર્શનમાં સાણંદ ખાતે જાપાનીઝ ઔદ્યોગિક ટાઉનશિપ, ભરૂચમાં બલ્ક ટ્રક પ્રોજેક્ટ, ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક અને રાજકોટમાં મેડીકલ ડિવાઈસીસ પાર્ક તેમજ અમદાવાદમાં મલ્ટી મોડેલ લોજીસ્ટીક પાર્ક બની રહ્યા છે. જે વિકાસની યશકલગી બનશે. આ પ્રસંગે ઉદ્યોગકારોએ મુખ્યમંત્રીનું પોષણ કીટ આપી અભિવાદન કર્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્મા તથા સાંસદ અને ધારાસભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here