દહીં, છાશ, લસ્સીની પ્રોડક્ટમાં ભાવવધારો કરતી અમૂલ કંપની

દહીં, છાશ, લસ્સીની પ્રોડક્ટમાં ભાવવધારો કરતી અમૂલ કંપની
દહીં, છાશ, લસ્સીની પ્રોડક્ટમાં ભાવવધારો કરતી અમૂલ કંપની
દેશભરમાં પ્રિ-પેક્ડ અને લેબલવાળી ખાદ્ય ચીજ-વસ્તુઓ પર લાગુ કરાયેલા પાંચ ટકા જીએસટીના અમલીકરણની સાથે-સાથે આવા ખાદ્ય પદાર્થો વેચતી અમૂલ કંપનીઓએ એમની પ્રોડક્ટમાં ભાવવધારો જાહેર કરી દીધો છે.અમૂલ દ્વારા તેની દહીં, છાશ, લસ્સી સહિતની પ્રોડક્ટની કિંમતમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે અને નવો ભાવવધારો આજથી જ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. દેશના કરોડો વપરાશકારોના ખિસ્સા પર આ રીતે વધારાનો બોજો આવી પડ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

અમૂલ દ્વારા મસ્તી દહીંના 400 ગ્રામના પેકડના ભાવમાં રૂ.2નો વધારો કરી દેવાયો છે. જયારે મસ્તી દહીંના 1 કિલોના પાઉચ પર રૂ.4 જેવો વધારો કરી દેવામાં આવ્યો છે. 400 ગ્રામ મસ્તી દહીં જે 30 રૂપિયામાં મળતું એ હવે 32 રૂપિયામાં વેચાશે. 1 કિલો દહીંના પાઉચની કિંમત જે રૂ.65 હતી તેનો નવો ભાવ રૂ.69 થયો છે. રૂ.20ના 200 ગ્રામ કપની કિંમતમાં રૂ.1નો વધારો થયો છે અને રૂ.40માં મળતા 400 ગ્રામ કપની કિંમતમાં રૂ.2 નો વધારો ઝીંકવામાં આવ્યો છે.

Read About Weather here

છાશના ભાવમાં પણ વધારો થયો છે. 500 મિલીગ્રામ છાશ રૂ.15 માં મળતી તે હવે રૂ.16માં વેચાશે. છાશના 170 મિલીગ્રામ પાઉચના રૂ.10 હતા હવે રૂ.11માં મળશે. અમૂલ લસ્સીની વાત કરીએ તો 170 ગ્રામ પાઉચની કિંમત રૂ.10 હતી તેના હવે રૂ.11 લેવાશે.નાણામંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગયા મહિને જ વેરા મુક્ત પ્રોડક્ટને પણ વેરામાં આવરી લેવામાં આવી છે. પરિણામે ફ્રોઝન ફૂડને બાદ કરતા તમામ લેબલ અને પેકેટબંધ ખાદ્યચીજોના ભાવ વધી ગયા છે અને અમૂલ કંપનીએ તેમાં તાત્કાલિક પહેલ કરી નાખી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here