દવા-ઇન્જેકશનો અંગે સરકારી દાવાઓમાં અનેક છીંડાં

વેક્સિન
વેક્સિન

કલેકટર: મ્યુકરમાઇકોસિસના ઇન્જેકશનની અછત નથી

કોંગ્રેસ : શહેરના મેડિકલ સ્ટોરમાં ઇન્જેકશન મળતા નથી

રાજકોટ મહાનગરમાં કોરોનાની મહામારીથી હજુ લોકો અને આરોગ્ય તંત્રનો પીછો છૂટયો નથી ત્યાં દાચુ ફાડીને ઉભી થયેલી મયુકરમાઇકોસિસ નામની બીમારીએ કોરોનાના દર્દીઓ માટે પડીયા પર પાટુ જેવો તાલ સર્જી દીધો છે. એટલું જ નહીં કોરોના સામેના જંગમાં પહેલેથી જ સાધનોની તંગી અને દવાઓની અછતનો સામનો કરી રહેલા આરોગ્ય તંત્ર પાસે મ્યુકરમાઇકોસિસના ઇન્જેકશન અને દવાઓની પણ ગંભીર અછત ઉભી થઇ હોવાની દર્દીઓના પરીવારજનોમાંથી સેંકડો ફરીયાદ ઉઠી રહે છે. પરંતુ તંત્ર એક જ રેર્કડ વગાડયા કરે છે કે, દવા કે ઇન્જેકશનની કોઇ અછત નથી.

Subscribe Saurashtra Kranti here

વાસ્તવની પરિસ્થિતિનો અભ્યાસ કરી એ અને લોકોના તથા મહત્વના રાજકીયપક્ષના દાવાની ચકાસણી કરીએ તો પહેલી નજરે એવું દેખાઇ આવે છે કે, કલેકટર તંત્ર દ્વારા કોઇ અછત નહીં હોવાનો જે દાવો કરવામાં આવી રહયો છે તેમાં સચ્ચાઇની માત્રા બહુ ઓછી દેખાય છે. વાસ્તવીક પરિસ્થિતિ પર ઠાંક પીછોડો કરવાનો એક પધ્ધતી સરનો પ્રયાસ થઇ રહયો એવું પ્રથમ નજરે દેખાઇ આવે છે. રાજકોટ શહેરમાં જે પ્રકારે મ્યુકર રોગના દર્દીઓ વધી રહયા છે એના પ્રમાણ દવા અને ઇન્જેકશનો ઉપલબ્ધ ન હોવાનું ખુદ દર્દીના પરીવારજનો કહી રહયા છે.

કોંગ્રેસ પક્ષ ધ્યાન દોરી રહયો છે પરંતુ જેમના પગ વાસ્તવીકતાની ધરતી પર દેખાતા નથી એવા કલેકટર તંત્રપાસેથી એક જ જવાબ મળે છે કે, મ્યુકરના ઇન્જેકશન કે દવાઓની કોઇ અછત નથી. આ રીતે વિરોધાભાષી વિધાનો કરીને પરિસ્થિતિને ગુંચવવામાં આવી રહી હોય એવું લોકોને લાગે છે. જેનો રોષ દર્દીઓના પરીજનો મીડિયા સમક્ષ વ્યકત કરી રહયા છે.

તાજેતરમાં મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટે રાજકોટ સિવિલમાં વોર્ડ ઉભો કરવામાં આવ્યો હતો. દર્દીઓનો ધસારો વધી ગયો હોવાથી સિવિલની ઓપીડી બિલ્ડીંગમાં મ્યુકરમાઇકોસિસનો ઓન વોર્ડ આજથી શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં ગઇકાલથી અત્યાર સુધીમાં 150 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ રાખવામાં આવ્યા હોવાનું સિવિલના આંતરીક તબીબી વર્તુળો પાસેથી જાણવા મળ્યું છે.

કોરોનાના બિમારીથી મુકત થયેલા દર્દીઓને ધેરી વળતો આ નવો ભયાનક વાઇરસ દર્દીઓ માટે સારવાર ન મળે તો ધાતક પરિણામ લાવે છે. આ દર્દીને એક નહીં બે નહીં પણ 80 થી 150 ઇન્જેકશન આપવા પડે છે જેના કારણે સારવારનો ખર્ચ લાખો રૂપિયાનો આંકડો પાર કરી જાય છે એટલે સામાન્ય મર્યાદિત આવક ધરાવતા પરીવારો અને ગરીબ પરીવારોના દર્દીઓ માટે ઇશ્ર્વર સિવાય કોઇ આસરો રહયો નથી.

Read About Weather here

જે પરીવારો ખર્ચ કરવાની ક્ષમતા ધરાવે છે એમને દવા કે ઇન્જેકશન મળતા નથી એ પણ વિધિની વક્રતા છે. કેમ કે, નાણા ખર્ચી શકે એમ હોવા છતાં એમને પોતાના બિમાર પરિજન માટે મ્યુકર સારવારના ઇન્જેકશન કયાંય મળી રહયા નથી એમની ફરીયાદ ધણી ગંભીર છે. દરમ્યાન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક તાકિદનો પત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખે એવી રજૂઆતો કરી છે કે, કોરોનાના તાંડવ વચ્ચે મ્યુકરમાઇકોસિસે માથું ઉચકયું છે ત્યારે આ રોગમાં ધેરાયેલા દર્દીઓએ રાજકોટના એક પણ મેડિકલ સ્ટોરમાં ઇન્જેકશન મળતા નથી.

દવા અને ઇન્જેકશન ન મળવાને કારણે દર્દીઓ મોતને ભેટી રહયા છે. અશોક ડાંગર અને શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રીવેદીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, અમે અવાર-નવાર લેખીક અને મોખીક રજૂઆત કરી છે. પણ સરકાર કોરોનાના દર્દીઓની પૂરતી સુવિધા કરી શકતી નથી ત્યારે મ્યુકરમાઇકોસિસ મહામારીમાં સરકાર શું પગલા લેશે?, દર્દીઓને કેવી રીતે દવા આપશે?, ઇન્જેકશનનો જથ્થો કયારે અપાશે?, આવા સવાલો લોકો પુછી રહયા છે અને લોકોમાં ચિંતાનો માહોલ છે. દર્દીઓને સરકારના પાપે મોતને ભેટવું ન પડે એ માટે તમામ દવા, ઇન્જેકશનો, તબીબી સેવાઓ અને એમફોટ્રીસીન-બી50 નો પુરતો સ્ટોક રાખવા અને દર્દીઓને મોતના મુખમાંથી બચાવી લેવા બન્ને આગેવાનોએ મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here