દર 100 માર્ગ અકસ્માતમાં 36 લોકોએ જાન ગુમાવ્યા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
કેન્દ્રનાં માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ ગંભીર અકસ્માતો 2020માં નોંધાયા હતા.  અકસ્માતોમાં સૌથી વધુ 43.5 ટકા મોત ટુ-વ્હીલર ચાલકોના થયા હતા. જ્યારે ટ્રાફીક સિગ્નલ જંપ કરવાના પ્રયાસમાં સર્જાતી દુર્ઘટનામાં 79 ટકાનો મોટો વધારો થયો હતો જ્યારે રોંગસાઈડમાં વાહન ચલાવતા સર્જાયેલા અકસ્માતોમાં મોતની સંખ્યામાં 20 ટકાની વૃધ્ધિ થઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

મહત્વની વાત એ છે કે કોરોના કાળના લોકડાઉનના વર્ષમાં જ અકસ્માતોની ગંભીરતામાં  વધારો થયો હતો. માત્ર ભારત જ નહીં સમગ્ર દુનિયામાં આ પ્રકારનો ટ્રેન્ડ માલુમ પડ્યો હતો. રિપોર્ટમાં એમ જણાવાયું છે કે 2020માં ટુ-વ્હીલર વાહન ચાલકોના મોતની સંખ્યા વધીને 57282 થઇ હતી. જે 2019માં 56136 અને 2018માં 55336 હતી. જો કે હેલ્મેટ નહીં પહેરનારા વાહનચાલકોના મોતની સંખ્યામાં ઘટાડો હતો. 2019માં 44666  પહેર્યા વિનાના ટુ-વ્હીલર ચાલકો મોતને ભેટ્યા હતા તે સંખ્યા 2020માં 39589 થઇ હતી.

Read About Weather here

2020માં માર્ગ અકસ્માતોમાં મોતને ભેટેલા 77500 લોકો 18થી 45 વર્ષની ઉંમરના હતા જે કુલ મૃત્યુઆંકનાં 69 ટકા થવા જાય છે. ભારતમાં દર વર્ષે માર્ગ પરિવહન મંત્રાલય અને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા અકસ્માતોના આંકડાકીય રિપોર્ટ જાહેર  આવતા હોય છે.નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ ગત નવેમ્બરમાં રિપોર્ટ જારી કર્યો હતો તેમાં પણ 100 માર્ગ અકસ્માતોમાં 37 લોકો મોતને ભેટ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here