દર વર્ષે PGVCLને 1400 કરોડની વીજ ખાધ!

PGVCL વર્તુળ કચેરી કક્ષાએ સમાધાન સમિતિની રચના
PGVCL વર્તુળ કચેરી કક્ષાએ સમાધાન સમિતિની રચના

2020-21નો વ્યય 11.19%, તેની સાથે સરખામણી કરતા
પીજીવીસીએલના મેનેજીંગ ડિરેકટરે સૌરાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો અને રાજયસભાના સભ્યને પત્ર પાઠવ્યો
પીજીવીસીએલ દ્વારા ખરીદી થતી 100 યુનિટમાંથી 82 યુનિટનું વીજકંપનીને થતું ચુકવણું!

પીજીવીસીએલ એક સરકારી સાહસ ભલે હોય અને જુદી – જુદી સરકારી યોજનાઓના અમલીકરણ માટે ભલે સરકાર પીજીવીસીએલને નાણાંકીય સહાય આપતી હોઈ પણ રાબેતામાં થનાર મરામતના કામો, મટિરિયલની ખરીદી, પાવર પરચેઝ, કર્મચારીઓના પગાર ઈત્યાદી કંપનીએ પોતાના ખર્ચે જ કરવાના હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતની ચારેય વિજ કંપનીઓ દેશમાં મોખરે છે પણ જ્યાં ડીજીવીસીએલ નો વર્ષ 2020-21 માં એટીએન્ડસી વ્યય 6.28% હતો જયારે પીજીવીસીએલ નો 18.15 % હતો , એટલે પીજીવીસીએલ દ્વારા ખરીદ થતી 100 યુનિટ પૈકી ફક્ત 8 ર યુનિટનું ચુકવણું ઉપભોક્તાઓ પાસેથી આવતું હતું , આ વર્ષમાં એપ્રિલ -21 થી ઓક્ટોબર -21 સુધીમાં જ્યાં ડીજીવીસીએલનો એટીએન્ડસી વ્યય 6.27% છે જયારે પીજીવીસીએલનો 16.25% છે , એટલે પીજીવીસીએલ દ્વારા ખરીદ થતી 100 યુનિટ પૈકી ફક્ત 84 યુનિટ નું ચુકવણું ઉપભોક્તાઓ પાસેથી આવેલ છે . અમુક તકનીકી બાબતો સિવાય મોટા પ્રમાણમાં થનાર વીજ ચોરી આ અંતરનું વિશેષ કારણ છે.

પીજીવીસીએલમાં દર 1 % એટીએન્ડસી વ્યયના કારણે 200 કરોડ જેવી માતબાર રકમનું નુકશાન થાય છે. પીજીવીસીએલ પછી ગુજરાતમાં એમજીવીસીએલ વધારે એટીએન્ડસી વ્યય ધરાવનાર કંપની છે. જેનો 2020-21નો વીજ વ્યય 11.19% છે, તેની સાથે સરખામણી કરતા દર વર્ષે પીજીવીસીએલમાં 1400 કરોડની વીજ ખાધ થઈ જાય છે. જો આ રકમ પીજીવીસીએલને મળે તો જૂની થતી વીજવિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવા જરૂરી ખર્ચ પીજીવીસીએલ કરી શકશે સાથે નવી ટેકનોલોજી લાવી ઉપભોક્તાઓને વધુ સારી સેવા અને સાતત્ય પૂર્ણ વીજ પુરવઠો મળે તેવા પ્રયત્નો કરી શકશે, જ્યાં વીજચોરીનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ટ્રાન્સફોર્મર અને જમ્પર ફોલ્ટ પણ વધારે થાય છે.

Read About Weather here

વીજચોરી અટકાવવાથી સારી ગુણવતાનો સપ્લાય પણ સુનિશ્ર્ચિત કરી શકાશે. તેમજ નવા વીજજોડાણોમાં પણ ઝડપ લાવી શકાશે અને જો અનુકુળ થાય તો વીજદર બાબતે પણ માનનીય ગુજરાત વીજ નિયમન આયોગને અનુકુળ દરખાસ્ત કરી શકાશે.આ હેતુથી પીવીવીસીએલના મેનેજિંગ ડાયરેકટર દ્વારા પીજીવીસીએલ વિસ્તારમાં આવતા તમામ સાંસદસભ્ય, ધારાસભ્યોને પીજીવીસીએલ બાબતે અને તેમના વિસ્તાર બાબતે માહિતગાર કરતો પત્ર લખવામાં આવ્યો છે. પત્રની અંદર જન પ્રતિનિધિઓને તેમના વિસ્તારમાં થતું નુકસાન ધરાવતા ફિડર અને વિસ્તારોની વિગતો પણ સાથે આપવામાં આવી છે અને પીજીવીસીએલની વિવિધ કામગીરીઓમાં સાંસદસભ્ય, ધારાસભ્યોની મદદ મેનેજિંગ ડાયરેકટર પીજીવીસીએલ દ્વારા માંગવામાં આવી છે.
કંપની અને અમારા ઇમાનદાર ગ્રાહકોની તરફેણમાં વિજ ચોરી અટકાવવા અમે ધણા પગલાઓ લઇ રહ્યા છીએ. જેને ભવિષ્યમાં વધારવાની દિશામાં અમો કામગીરી કરી રહ્યા છીએ.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here