દર્દીઓને અવર-જવર માટે ઇલેકટ્રીક વાહનોની સુવિધા મળશે

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર


રાજકોટ એઇમ્સમાં 24 બિલ્ડીંગનું કામ તેજગતિમાં
ખંઢેરીથી એઇમ્સ સુધીનો રોડ ડેવલપ કરાશે, ઠેર-ઠેર શૌચાલયની સુવિધા ઉભી કરાશે


રાજકોટ નજીક જામનગર રોડ પર આવેલા ખંઢેરી ગામ પાસે 200 એકર જમીનમાં એઇમ્સ બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. અંદાજે રૂ.1250 કરોડના ખર્ચે 750 બેડની બનનારી આ એઇમ્સનું કામ આગમી 4 વર્ષમાં પુરૂ કરવામાં આવશે. આગામી ડિસેમ્બરમાં ઓપીડી વિભાગ શરૂ કરવામાં આવનાર છે.

Subscribe Saurashtra Kranti here

એઇમ્સના ડે. ડાયરેકટર શ્રમદિપ સિંહાએ એઇમ્સ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, ખંઢેરી રેલ્વે સ્ટેશન ડેવલોપ કરવામાં આવશે.માળખાકિય સુવિધા ઉભી કરવા તંત્રનો સહયોગ જરૂરી છે. 72 ફેકલ્ટીની નિમણૂંકની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બાંધકામ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ખંઢેરીથી એઇમ્સ સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવશે. એઇમ્સમાં આવનાર દર્દીઓ એક બિલ્ડીંગથી બીજા બિલ્ડીંગમાં જવા માટે અંતર થાય છે. તે માટે ઇલેકટ્રીક વાહનો મુકવામાં આવશે.

જેથી કરીને દર્દીઓને કોઇ મુશ્કેલીઓ ન પડે છે. હાલમાં 24 બિલ્ડીંગનું નિર્માણ ચાલી રહયું છે. એઇમ્સમાં સારવાર માટે બહારગામથી આવતા દર્દીઓ તેમજ પરીવારજનોને વાહન વ્યવસ્થા મળી રહે તે માટે ટ્રેન અને એસટીની સુવિધા વધારવામાં આવશે. એઇમ્સમાં નીરો સર્જરી, હાર્ટ સર્જરી, બાયપાની રીપ્લેસમેન્ટ, પેડીયાટ્રીક સર્જરી, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર સર્જરી જેવી આરોગ્ય સેવાઓનો લાભ મળશે.

Read About Weather here

આ એઇમ્સના કારણે સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દર્દીઓને આરોગ્ય સેવાઓનો લાભ મળશે. જેમાં રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા, જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર અને કચ્છ જિલ્લાનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here