દરિયાનાં મોજાંએ મચાવ્યું તોફાન…!

દરિયાનાં મોજાંએ મચાવ્યું તોફાન...!
દરિયાનાં મોજાંએ મચાવ્યું તોફાન...!
એક તરફ જ્યાં પશ્ચિમ યુરોપનાં જંગલો ભીષણ આગથી સળગી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકામાં દરિયાનાં ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. પૃથ્વીના વધતા તાપમાનને કારણે સમગ્ર વિશ્વમાં કુદરતી સંતુલન ખોરવાઈ રહ્યું છે.  અમેરિકાના હવાઈ ​​આઈલેન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.આ વીડિયોમાં દરિયાનાં ઊંચાં મોજાં બે માળના મકાનની છતને પાર થતાં જોવા મળે છે.
દરિયાનાં મોજાંએ મચાવ્યું તોફાન...! દરિયા
દરિયાનાં મોજાંએ મચાવ્યું તોફાન...! દરિયા

Visit Saurashtra Kranti Homepage here

ચોક્કસ વાત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે હવામાનમાં કોઈ ખાસ હલચલ જોવા મળી નહોતી. નિષ્ણાતો એને ભવિષ્યમાં આવનારી આપત્તિ પહેલાંની ચેતવણી જણાવી રહ્યા છે.આ દરમિયાન હવાઈ ​​આઈલેન્ડ ખાતે દરિયાકાંઠે આવેલ એક રિસોર્ટમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. રિસોર્ટમાં ચાલી રહેલ લગ્ન સમારોહ દરમિયાન દરિયાના પ્રચંડ મોજા ઉછળીને અથડાયા હતા. સમારોહમાં કેક કટીંગ દરમિયાન હાજર મહેમાનો વચ્ચે ભાગદોડ મચી ગઈ હતી.

Read About Weather here

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના ક્લાઈમેટ ચેન્જ રિપોર્ટમાં પણ ઘણાં શહેરો દરિયામાં ડૂબી જવાની ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2100 સુધીમાં વિશ્વના તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. લોકોએ ભયંકર ગરમી સહન કરવી પડશે. જો તાપમાનનો પારો આટલી ઝડપથી વધશે તો ગ્લેશિયર્સ પણ પીગળી જશે. એનું પાણી મેદાનો અને સમુદ્ર વિસ્તારોમાં વિનાશ મચાવશે.દરિયાના ભારે મોજા ઉછળી આવતા સમારોહમાં અફરા-તફરી મચી ગઈ હતી. દરિયાના ભારે મોજા ઉછળતા આસપાસ પાણી ભરાઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here