દરિયાકિનારે 60 લોકોને લઈને જતી બોટ પલ્ટી ખાતા 17 લોકોના મૃત્યુ

દરિયાકિનારે 60 લોકોને લઈને જતી બોટ પલ્ટી ખાતા 17 લોકોના મૃત્યુ
દરિયાકિનારે 60 લોકોને લઈને જતી બોટ પલ્ટી ખાતા 17 લોકોના મૃત્યુ
બહામાસના વડાપ્રધાન ફિલિપ ડેવિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રવિવારે સવારે 1 વાગ્યા પછી ન્યૂ પ્રોવિડન્સથી સાત માઇલ દૂર થયેલા બોટ અકસ્માત વિશે બચાવ ટીમને માહિતી મળ્યા પછી, 15 મહિલાઓ, એક પુરુષ અને એક બાળકના મૃતદેહ મળી આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

બહામાસના દરિયાકાંઠે “શંકાસ્પદ માનવ તસ્કરી ઓપરેશન” દરમિયાન હૈતીયન શરણાર્થીઓને લઈ જતી બોટ પલટી ગઈ, જેમાં 17 લોકોના મોત થયા.  મળતી માહિતી અનુસાર, ડેવિસે વધુમાં કહ્યું કે, 25 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. તેમને દેખરેખ માટે આરોગ્ય અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ, કેટલાક લોકો ગુમ હોવાનું માનવામાં આવે છે. હજુ ઓપરેશન ચાલુ છે.

Read About Weather here

“પ્રારંભિક તપાસ સૂચવે છે કે, લગભગ 60 લોકો સાથે બે એન્જિનવાળી સ્પીડ બોટ પોસ્ટલ સુવિધાથી લગભગ 1 વાગ્યે વેસ્ટ બે સ્ટ્રીટથી નીકળી હતી,” વડાપ્રધાને જણાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે, તેનું અંતિમ મુકામ મિયામી, ફ્લોરિડા હતું.’ “હું અમારી સરકાર અને બહામાસના લોકો પ્રત્યે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું,”

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here