દરરોજ 16,000 થી વધુ ‘છૂપા’ કોરોના કેસનું શું?

દરરોજ 16,000 થી વધુ ‘છૂપા’ કોરોના કેસનું શું?
દરરોજ 16,000 થી વધુ ‘છૂપા’ કોરોના કેસનું શું?

રાજકોટ સહિત ગુજરાતભરમાં દૈનિક 80 હજાર જેટલી હોમ કોવિડ ટેસ્ટ કીટનો ઉપયોગ, પોઝિટિવની નોંધ નહીં..!
સરકારી ચોપડે હાલ 1.34 લાખ એક્ટીવ કેસ હકીકતમાં 3 લાખથી વધુ હોવાનું તબીબી તજજ્ઞોનું તારણ
ચાલુ મહીને હોમ ટેસ્ટીંગ કીટનાં વેચાણમાં 700 ટકાનો વધારો, ઉપયોગ કરવામાં સરકારી ગાઈડલાઈનનો ઉલાળીયો!

રાજકોટ સહિત ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અત્યારે ચરમસીમાએ પહોંચી હોય તેવું લાગે છે. સરેરાશ દૈનિક 20 હજાર નવા કેસો નોંધાઇ રહ્યા છે. પરંતુ પરિસ્થિતિનું પોતાની રીતે વિશ્ર્લેષણ કરનાર કેટલાક તબીબી તજજ્ઞો એવી સંભાવના વ્યકત કરી રહ્યા છે કે, રાજકોટ જેવા મહાનગરોમાં અત્યારે દરરોજ 16 હજારથી વધુ કેસો હોય છે. જે ચોપડે આવતા નથી. તબીબોના મતે આવા ‘છૂપા’ કેસોની સંખ્યા હોવાનું એમનું મંતવ્ય છે. તેમણે એવી સંભાવના વ્યકત કરી રહ્યા છે કે, દૈનિક 80 હજાર જેવી કોવિડ ટેસ્ટ કિટનો ઉપયોગ થાય છે તેમા પોઝિટિવ આવનારની નોંધ કરાતી નથી.

Visit Saurashtra Kranti Homepage here

સદ્દનશીબે સંક્રમણ ભયાવહ સ્તરે પહોંચ્યું છે, પણ જોખમકારકતા સાવ સામાન્ય હોવાથી રાહત રહી છે. આવા માહોલમાં તબીબી તજજ્ઞો કહે છે કે, હાલ સરકારી ચોપડે 1.34 લાખ એક્ટીવ કેસ બોલે છે. પણ હકીકતમાં 3 લાખથી વધુ કેસ થઇ ગયા છે. કારણ કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા મેગા સિટી સહિત ગુજરાતભરમાં દરરોજ 16000 થી વધુ છૂપા કોરોના કેસ આવી રહ્યા છે. કેમકે રાજ્યમાં દૈનિક 80 હજાર જેટલી હોમ કોવિડ ટેસ્ટ કીટનો ઉપયોગ થઇ રહ્યો છે. જેમાં પોઝિટિવ આવનારની નોંધ થતી નથી.

હાલ તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ રોગચાળા વચ્ચે કોરોના સંક્રમણ વધવાથી લોકો ભયભીત બની ગયા છે. સંક્રમિત લોકોને ગંભીર લક્ષણો નહીં હોવાથી મોટાભાગે હોમ આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે. જેમાં તેમાં પણ યોગ્ય નિરીક્ષણ નહીં કરાતું હોવાથી સંક્રમિત લોકો પરિવાર તો ઠીક જનસમુદાય વચ્ચે પણ આંટાફેરા કરી રહ્યા છે. જેના કારણે માસ્ક ટ્રાન્સમિશન બેકાબુ બન્યું છે. વળી, કોરોનાને છુપાવવાની બિમારી હોવાનું જનમાનસમાં સ્થાપિત થઇ ગયું છે. એટલે ચેપગ્રસ્ત પોતાના પોઝિટિવ રીપોર્ટ છુપાવી રહ્યા છે. જે મનોવૃતિને કોરોના ટેસ્ટીંગ માટેની હોમ ટેસ્ટ કીટે ઇંધણ પૂરું પાડ્યું છે.

છેલ્લા ઘણા દિવસોથી સરકારી હોસ્પિટલો, ટેસ્ટીંગ બુથ ઉપરાંત ખાનગી લેબોરેટરીઓમાં કોરોના ટેસ્ટ માટે લાંબી કતારો લાગે છે. ગરીબ અને જરૂરિયાતમંદો લાંબી લાઈનમાં ઉભા રહે છે તો પૈસા આપનારને કતારમાં તો ઉભા જ રહેવું પડે છે. આવી સ્થિતિમાં વળી ખાનગી લેબોરેટરીમાં સરકારી ભાવબાંધણનો ઉલાળીયો કરીને એન્ટીજન કોવિડ ટેસ્ટનાં રૂ. 500 થી રૂ. 1000 અને આરટી-પીસીઆર ટેસ્ટનાં રૂ. 1200 થી રૂ. 2500 સુધી વસુલવામાં આવી રહ્યા છે.

પરિણામે ઘરે જ પોતાની હાથે કોરોના ટેસ્ટ કરવાનું પ્રમાણ વધી ગયું છે. ગત વર્ષે મે મહિનામાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રીસર્ચ તરફથી ઘર બેઠા કોરોના ટેસ્ટ કરવાની કીટની મંજૂરી આપવામાં આવી હતી. જો કે ત્યારબાદ કોરોનાની બીજી લહેર શાંત થવા લગતા હોમ કીટ ભુલાઈ ગઈ હતી. હવે ત્રીજી લહેરમાં લહેરમાં સ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ છે. ત્યારે ચાલુ જાન્યુઆરી મહિનામાં જ હોમ કોવિડ ટેસ્ટ કીટનાં વેચાણમાં 700 ટકાનો જંગી વધારો થયો છે.

હાલ સાત જેટલી અલગ-અલગ કંપનીની હોય ટેસ્ટીંગ કીટ બજારમાં ઉપલબ્ધ છે. પણ તેમાં રીપોર્ટ સાચો જ આવવાની 100 ટકાની ગેરંટી આપવામાં આવતી નથી. ગંભીર બાબત એ છે કે, હોમ ટેસ્ટીંગ કીટનાં વેચાણ અને ઉપયોગ માટે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. પણ તેનું પાલન થતું નથી. તેના વેચાણ માટે દર્દીનું આધારકાર્ડ મેડિકલ સ્ટોર દ્વારા લેવાનો નિયમ છે.

Read About Weather here

પણ તેનું કોણ પાલન કરે છે? તેની કોઈ ચકાસણી થતી નથી. બીજીતરફ દર્દીએ મોબાઈલ ફોનમાં એપ્લીકેશન ડાઉનલોડ કરીને હોમ કોવિડ ટેસ્ટ કીટમાં આવેલું નેગેટીવ કે પોઝિટિવ રીઝલ્ટ ફોટો પાડીને જાહેર કરવું પણ ફરજીયાત છે. પણ એ થતું નથી. પરિણામે આવી હોમ કોવિડ ટેસ્ટીંગ કીટમાં 20 થી 30 ટકા પોઝિટિવ રીપોર્ટ આવી રહ્યાની સંભાવના છે. તેના પર પડદો પડેલો રહ્યો હોવાનું તબીબી તજજ્ઞોનું માનવું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here