થોરાળા પોલીસની જાદુગરી! 56 પેટી દારૂને 35 પેટી કરી નખાયો??

થોરાળા પોલીસની જાદુગરી! 56 પેટી દારૂને 35 પેટી કરી નખાયો??
થોરાળા પોલીસની જાદુગરી! 56 પેટી દારૂને 35 પેટી કરી નખાયો??
રાજકોટ પોલીસ વારંવાર ચર્ચામાં આવતી રહેતી હોય છે. જાણે વિવાદો પુરા થતા જ નથી. હજુ ક્રાઇમ બ્રાન્ચનો વિવાદ સમ્યો નથી ત્યા તાજેતરમાં થોરાળા પોલીસ સ્ટેશના સ્ટાફની કારીગરાઇની ચર્ચાએ જોર પકડ્યું છે. બે દિવસ પહેલા જ પો.ઇ.જે, આર, દેશાઈના સીધા માર્ગદર્શન હેઠળ ડીસ્ટાફ પીએસઆઇ પી.એન. ત્રીવેદી થોરાળા પો.સ્ટે. વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં રહી પ્રોહી તથા જુગારનાં કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને પેટ્રોલિંગ દરમ્યામના મળેલ ખાનગી હકીકત આધારે આજી જી.આઈ.ડી.સી. ખોડીયારપરા મહાકાળી સર્વિસ સ્ટેશન પાછળ મીની સબ સ્ટેશન બાવળની ઝાડીમાં આરોપી અનીશ ઉર્ફે પો હબીબભાઈ બુધેરા રહે. ખોડીયારપરા શે.નં. 5,ને ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ હોય જે પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આરોપીને હજુ પકડવાનો બાકી છે. રેઇડ દરમ્યાન પોલીસે 420 બોટલ એટલે કે 35 પેટી દારૂ કિ.રૂ.2,10,000 કબ્જે કર્યો હતો. આ કામગીરી પો.ઇન્સ. જે. આર. દેસાઈ, પો.સબ.ઈન્સ. પી. એન. ત્રીવેદી તથા પો. હેડ. કોન્સ. ભુપતભાઈ વાસાણી, વિમલભાઈ ધાણજા, શૈલેષભાઇ ભીસડીયા તથા પો.કોન્સ. નરસંગભાઇ ગઢવી, કનુભાઇ , વિક્રમભાઈ લોખીલ, કિરણભાઈ પરમાર, જયદિપભાઇ ધોળકીયા, હિતેશભાઈ પરમાર, પ્રધ્યુમનસિંહ ઝાલા, રમેશભાઈ માલકીયા દ્વારા કરવામાં આવી હતી.

Read About Weather here

પરંતુ ચર્ચાઓએ છે કે પકડવામાં આવેલ દારૂ 35 પેટી ન હતો બ્લકી 56 પેટી દારૂ હતો જેને થોરોળા પોલીસના કોઇક કર્મીએ જાદુગરી કરીને 35 પેટી બનાવી દેવામાં આવ્યો હતો. આ અંગે પીઆઇને જાણકારી છે કે નહીં તે ખબર નહીં પરંતુ હાલમાં તો પીઆઇએ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. આગામી દિવસોમાં શું બનાવને ગંભીરતાથી લઇને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પગલા લેવામાં આવશે કે કેમ તે ચર્ચાઇ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here