થેલેસેમિયા: હૃદય હચમચાવતો લોહીનો વારસાગત મહારોગ

થેલેસેમિયા: હૃદય હચમચાવતો લોહીનો વારસાગત મહારોગ
થેલેસેમિયા: હૃદય હચમચાવતો લોહીનો વારસાગત મહારોગ

8મી મે એટલે વિશ્ર્વ થેલેસેમિયા દિવસ-જનજાગૃતિ એ જ ઉપચાર

રાજકોટ, જામનગર, ભાવનગર કે જૂનાગઢ સહિતના શહેરની સરકારી હોસ્પિટલના થેલેસેમિયા વોર્ડમાં સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે જવાનું થાય તો તમને બે મહિનાના બાળકથી લઈને 20 વર્ષ સુધીના યુવાનના શરીરમાં કીટ વડે લોહી સરકતું દેખાય. આ દૃશ્ય હૃદયને હચમચાવી દે તેવું હોય છે. કુમળા છોડ જેવા નિર્દોષ બાળકોએ એવો તે કયો ગુનો કર્યો હશે કે આવી સજા વેઠવી પડે? આ બાળકો લોહીના વારસાગત રોગ થેલેસેમિયાનો ભોગ બનેલા છે અને ભારત સહિત દુનિયાના દરેક દેશોમાં થેલેસેમિયા રોગે સમગ્ર માનવ સમાજ માટે ગંભીર પડકારલિ છે. થેલેસેમિયાએ લોહીનો વારસાગત રોગ છે. થેલેસેમિયાના મુખ્ય પ્રકાર છે. (1) થેલેસેમિયા માઈનોર (ર) થેલેસેમિયા મેજર. ભારતમાં દર 50 વ્યક્તિએ એક થેલેસેમિયા માઈનોર છે. પતિ અને પત્ની બંનેને થેલેસેમિયા માઈનોર હોય ત્યારે જ તેમના બાળકો થેલેસેમિયા મેજર જન્મે છે.

Visit Saurashtra Kranti Homepage here

અન્યથા નહીં સ્ત્રી અને પુરૂષ બેમાંથી એક થેલેસેમિયા માઈનોર હોય અને બીજું નોર્મલ હોય ત્યારે તેમના બાળકો થેલેસેમિયા મેજર જન્મવાની કોઈ જ શકયતા નથી. થેલેસેમિયા માઈનોર સંપૂર્ણ તંદુરસ્ત વ્યક્તિ હોય છે અને સંપૂર્ણ પણે નિરોગી જીવન જીવી શકે છે. થેલેસેમિયા કોઈ પ્રકારનો ચેપી રોગ નથી કે થેલેસેમિયા માઈનોર કોઈ દિવસ થેલેસેમિયા મેજરમાં ફેરવાતો નથી. આમ તેનાથી ગભરાવવાની, શરમાવવાની કે છૂપાવવાની કોઈ જરૂર નથી પણ લગ્ન પહેલા ગ્રહો જોવડાવવાની સાથે તમામ યુવક યુવતીઓએ અવશ્ય થેલેસેમિયા ટેસ્ટ કરાવવો જ જોઈએ.

વિશ્ર્વના 60 દેશોમાં આ ભયાનક આનુવંશીક રોગ જોવા મળે છે. ભારતમાં અને આપણા ગુજરાતમાં થેલેસેમિયાના ઘણા દર્દીઓ છે અને હજી પણ માતાપિતાની બેદરકારી, અજ્ઞાનતા અને જાગૃતિના અભાવને લીધે નવા થેલેસેમિક બાળકો જન્મતા રહે છે. થેલેસેમિયા રોગ તમામ ધર્મ અને જ્ઞાતિમાં જોવા મળે છે.રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં થેલેસેમિયાના અંદાજે 3 હજાર જેટલા બાળકો છે. થેલેસેમિયા રોગની સારવાર અતિ ખર્ચાળ છે સમગ્ર પરિવાર આર્થિક, માનસિક અને સામાજીક રીતે ભાંગી જાય છે. માતા-પિતાની હાલત દયનીય હોય છે. પોતાને જાણ હોય છે કે પોતાનું બાળક લાંબુ જીવવાનો નથી છતાં મન મજબૂત રાખીને પોતાના લાડલા કે લાડલીની સેવા-સારવાર કરે છે.

કુદરતે જેમને અન્યાય કર્યો છે તેવા પોતાના ગામ કે શહેરમાં રહેતા ગરીબ અને જરૂરતમંદ બાળકોને દતક લેવા માટે માનવતા જેના લોહીમાં વહે છે તેવા સમાજના સુખી નાગરીકો તેમજ સેવાકીય સંસ્થાઓએ આગળ આવવું જોઈએ. દર વર્ષે સમગ્ર દેશમાં અને દુનિયામાં 8 મી મે થેલેસેમીયા ડે તરીકે ઉજવાય છે પરંતુ માતા-પિતાની અજ્ઞાનતા અને જાગૃતિના અભાવને લીધે દર વર્ષે ભારતમાં થેલેસેમીયાના 7 હજારથી વધુ અને વિશ્ર્વમાં એક લાખથી વધારે નવા બાળકો જન્મે છે જે શરમજનક છે.

કેન્દ્ર કે રાજય સરકાર જે રીતે કુટુંબ કલ્યાણ, વૃક્ષારોપણ, સાક્ષરતા, નાની બચત, પોલીયો નાબુદી વિગેરે અંગે અભિયાન ચલાવે છે તે જ રીતે થેલેસેમિયા અવેરનેસ માટે પ્રક્રિયા પ્રયાસો હાથ ધરવા જોઈએ. આ ઉપરાંત થેલેસેમીક બાળક અને તેની સાથે જનાર કોઈપણ એકને બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં જ આવવા મહિનામાં બે દિવસ એસ.ટી. બસમાં ફ્રી બસ પાસ કાઢી આપવામાં પડતી મુશ્કેલીનો એસ.ટી. તંત્ર માનવ અભિગમ દાખવે, મહાનગરપાલિકાઓ થેલેસેમિક બાળકોના પરિવારની આર્થિક સ્થિતિ ને ધ્યા લઈ વેરા બિલમાં વિશેષ રાહત આપે, દરેક ગામ-નગર-શહેરમાં થેલેસેમિયા જનજાગૃતિ માટે ઝુંબેશ શરૂ કરે તે સમયની માંગ છે. તેનો દિવ્યાંગ ધારામાં પણ સમાવેશ કરવો અનિવાર્ય બન્યો છે.

Read About Weather here
સંકલન: અનુપમ દોશી

  • મિતલ ખેતાણી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here