થેલેસેમિયાના બાળકો, કેન્સર અને કિડનીના દર્દીઓના લાભાર્થે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રકતદાન કેમ્પ તથા ડાયાબીટીસ ચેકઅપનું આયોજન
પાયલ મેટરનીટી હોસ્પિટલના સંકુલમાં ગુરૂવારે કરાયું આયોજન

આગામી તા.6 ને ગુરૂવારે સાંજે 4 કલાકથી રાત્રીના 8 કલાક સુધી પાયલ મેટરનીટી હોસ્પિટલના સંકુલમાં રકતદાન, ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ યોજાશે. થેલેસેમિયાના બાળકો અને કિડનીના દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

લાયન્સ કલબ રાજકોટ આવકાર, શ્રીમદ રાજચંદ્ર સેવા ગુ્રપ, પાીયળલ મેટરનીટી હોસ્પિટલ, રેડસ્ટોન આયુર્વેદા અને વિંગ્સ આઈ.વી.એફ.ના સંયુકત ઉપક્રમે કેમ્પ અંગેની વિસ્તૃત માહિતી આપતા લાયન્સ કલબના પ્રમુખ અને સરકારી વકીલ લાયન સમીરખભાઈ ખીરા અને વિંગ્સ

આઈ. વી.એફ. હોસ્પિટલના નિષ્ણાંત તબીબ ડો.સંજયભાઈ દેસાઈએ જણાવ્યું કે, તંદુરસ્ત નાગીરકે વર્ષમાં એક વખત તો અવશ્ય રકતદાન કરવું તે એક સેવાનું કાર્ય છે. રકતનું એક ટીપુ અનેકની જીંદગી બચાવી શકે છે.

સમાજના થેલેસેમિયાગ્રસ્ત બાળકો તેમજ રાજરોગ એવા કેન્સર અને કિડનીના રોગથી પીડીત જરૂરિયાતમંદ દર્દીઆના લાભાર્થે આ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. રકતદાન કરનાર દાદાની ભાવનાની સરાહના કરી તેઓને લાયન્સ કલબ રાજકોટ આવકાર તથા પાયલ મેટરનીટી હોસ્પિટલ તરફથી આકર્ષક

ગીફટ હેમ્પર આપવામાં આવશે. આ ‘રકતદાન મહા કેમ્પ તથા ડાયાબીટીસ ચેકઅપ’ નું ઉદ્ઘાટન લાયન્સ કલબ રાજકોટ આવકારના હિતેશભાઈ કોઠારી તથા ડોલરભાઈ કોઠારી કરશે.

પાયલ મેટરનીટી હોસ્પિટલના ડો.પ્રતિક્ષાબેન દેસાઈના 51 માં યશસ્વી જન્મદિનના અવસરે આયોજીત કેમ્પમાં શ્રીમદ રાજચંદ્ર સેવા ગુ્રપના વિનયભાઈ જસાણીનો પ્રસંશનીય સહયોગ પ્રાપ્ત થયેલ છે.

Read About Weather here

સમીરભાઈ ખીરા, હિતેશભાઈ કોઠારી અને ભાવનાબેન કોઠારી, ડોલરભાઈ કોઠારી, ડો.સંજયભાઈ, પ્રતિક્ષાબેન, શૈલેષભાઈ શાહ, સંજયભાઈ જોષી, દિનેશભાઈ ઠકરાર તથા શ્રીમદ રાજચંદ્ર સેવા ગુ્રપના વિનયભાઈ જસાણી તથા રેડસ્ટોન આયુર્વેદાના ડો.જે.પી. જાડેજાએ અનુરોધ કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here