ત્રીજું બાળક પેદા કરવા પર 11.50 લાખ રૂપિયા અને એક વર્ષની રજા

ત્રીજું બાળક પેદા કરવા પર ૧૧.૫૦ લાખ રૂપિયા અને એક વર્ષની રજા
ત્રીજું બાળક પેદા કરવા પર ૧૧.૫૦ લાખ રૂપિયા અને એક વર્ષની રજા
ચીનમાં હવે એક બાળક પેદા કરવાના નિયમને હટાવી દેવામાં આવ્યો છે પણ તેમ છતાં જનસંખ્યામાં કોઈ ખાસ વધારો થતો જોવા મળી રહ્યો નછી. ચીનમાં આબાદી ઝડપથી ઘટી રહી છે અને અનેક લોકો વૃદ્ઘ થઈ રહ્યા છે. ઘટતી આબાદીની આ સમસ્યાનો ઉકેલલાવવા માટે અહીં લગ્ન કરવા અને ત્રણ બાળક પેદા કરવા માટે અનેક પ્રકારની ઓફર આપવામાં આવી રહી છે. દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતાં દેશ ચીનની એક કંપનીની જાહેરાતથી દુનિયાભરના લોકો હેરાન થઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ કંપનીએ જાહેરાત કરી છે કે ત્રીજું બાળક પેદા કરનારને ૧૧.૫૦ લાખ રૂપિયા અને એક વર્ષની રજા મળશે. લોકો વિચારી રહ્યા છે કે ચીન જેવા દેશને વસ્તી વધારવાની કેમ જરૂર પડી છે? તો તમને જણાવી દઈએ કે દુનિયામાં સૌથી વધારે આબાદી ધરાવતો દેશ ચીન હવે ઘટતી જતી જનસંખ્યાને લઈને પરેશાન છે. જો કે અગાઉ ચીને પોતાની વધતી જતી આબાદીને રોકવા માટે એક બાળક પેદા કરવાનો નિયમ બનાવ્યો હતો.

પણ હવે ચીનની કમ્યુનિસ્ટ સરકાર વસ્તી વધારવા માટે અનેક પ્રકારનાં પ્રયાસો કરી રહી છે અને આ માટે લોકોને લોભામણી ઓફર્સ પણ આપવામાં આવી રહી છે.આ ક્રમમાં બેઈજિંગ ડાબિનોન્ગ ટેકનોલોજી ગ્રૃપે પોતાના કર્મચારીઓને ત્રીજું બાળક પેદા કરવા માટે એવી ઓફર આપી છે કે જે તમામને હેરાન કરી રહી છે. આ કંપનીએ જાહેરાત કરી છે કે કંપનીનો કોઈપણ કર્મચારી ત્રીજું બાળક પેદા કરશે તો તેને એક વર્ષની રજાની સાથે ૯૦ હજાર યુઆન એટલે કે ૧૧.૫૦ લાખ રૂપિયાનું બોનસ આપવામાં આવશે.મહિલા કર્મચારીઓને ૧૨ મહિનાની મેટરનિટી લીવ અને પુરુષોને ૯ દિવસની પેટર્નલ લીવ મળશે.

કંપનીના મેનેજરો જો પોતાના એગ સુરક્ષિત રાખે છે તો તેઓને સબસિડી આપવામાં આવશે. એટલું જ નહીં ચીનની સરકારી સમાચાર વેબસાઈટ શિન્હુઆ મુજબ બેઈજિંગ, સિઅુચાન અને જિયાનકસી સહિત અનેક શહેરોમાં આ પ્રકારની અનેક ઓફર્સની જાહેરાત કરવામાં આવી છેચીનની વસ્તા સતત ઘટી રહી છે. જો છેલ્લા પાંચ વર્ષનો ગ્રાફ જોવામાં આવે તો તે સતત ઘટી રહ્યો છે. ગત વર્ષના અંતમાં ચીનની વસ્તી ૧.૪૧૨૬ બિલિયન હતી, પાંચ લાખથી પણ વધારે વૃદ્ઘિ નોંધાઈ હતી. આ આંકડા દુનિયાની સૌથી વધારે આબાદી ધરાવતા દેશ પર મંડરાય રહેલો જનસંખ્યાનો ખતરો અને તેનાથી થનાર આર્થિક ખતરાની આશંકા અંગે જણાવે છે.

Read About Weather here

નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિકસ અનુસાર વર્ષ ૨૦૨૧ના અંત સુધી ચીનમાં જનસંખ્યા ૨૦૨૦માં ૧.૪૧૨૦ બિલિયનથી વધીને ૧.૪૧૨૬ બિલિયન થઈ ગઈ હતી. આ જ કારણ છે કે આ દેશમાં એક તરફ યુવાઓની સંખ્યા ઘટી રહી છે, જે કામ કરીને દેશને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે. તો બીજી તરફ વૃદ્ઘ લોકોની સંખ્યા વધી રહી છે, જે સરકાર પાસેથી પેન્શન અને સ્વાસ્થ્ય સુવિધાઓ જેવા અનેક ભથ્થાઓનો લાભ ઉઠાવી રહ્યા છે.૨૦૨૦માં ૧.૦૬ કરોડની સરખામણીમાં ચીનની વસ્તી એક વર્ષમાં ૪.૮૦ લાખનો વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here