ત્રીજી લહેરના ભણકારા…!

ત્રીજી લહેરના ભણકારા...!
ત્રીજી લહેરના ભણકારા...!
કેન્દ્રના આરોગ્ય વિભાગની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સૌથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શનની અછતની સાથે અંધાધૂંધી સર્જાઈ હતી,

Visit Saurashtra Kranti Homepage here

જેનાથી ચેતી ગયેલી ગુજરાત સરકારે ત્રીજી લહેરના ભણકારા સાથે જ 1 લાખ 45 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનના વાયલ મેળવવા માટેના ટેન્ડર બહાર પાડી દીધા છે. ગુજરાત હવે કોરોનાની ત્રીજી લહેર તરફ આગળ વધી રહ્યું હોય તેવા કેસો આવી રહ્યા છે, છે.

ગઈકાલે રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. 24 કલાકમાં 394 નવા કેસ આવતા હડકંપ મચી ગયો છે.જેમાં ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પેારેશન લિમિટેડ દ્વારા 100 મિલીગ્રામની 1.45 લાખ વાયલની ખરીદીનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

તે જોતા આગામી દિવસોમાં સંભવિત ત્રીજી લહેર સામેની તૈયારી શરૂ થઇ ગઇ છેગુજરાત રાજ્ય મેડિકલ સર્વિસીઝ કોર્પેારેશન દ્વારા વિવિધ ખરીદી દવાની ખરીદીના ટેન્ડર બહાર પાડવામાં આવે છે

બીજી લહેર દરમિયાન રેમડેસિવિર ઇન્જેકશનની અછત ઉભી થઈ હતી, પરિણામે કેટલીક જગ્યાએ નકલી ઇન્જેકશનો વેચાતા હતા. તેમજ કાળા બજાર થતા હતા. એટલું જ નહીં આ ઇન્જેક્શનની અછતના કારણે ઘણાં બધા દર્દીઓ મોતને ભેટ્યા હતા.

બીજી લહેર સમયે સરકાર પણ રેમડેસિવિર ઇન્જેક્શનના મામલે બિચારી બની ગઈ હતી. પરિણામે સંભવિત ત્રીજી લહેર સામે લડવા અને રેમડેસિવિરના કારણે સારવારમાં કોઈ અડચણ ઉભી ના થાય તેને રોકવા માટે અત્યારથી જ રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટેના ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ 3જી જાન્યુઆરી 2022 અને આ ટેન્ડર 4 જાન્યુઆરીએ બપોરે બાર વાગ્યા સુધી ફિઝિકલ રજૂ કર્યા બાદ બપોરે 1 વાગ્યે જ ઓનલાઇન ટેકનિકલ બીડ યોજવામાં આવશે.

જ્યારે વડોદરા શહેર, મહેસાણા અને પોરબંદરના 1-1 કેસની કોઈ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 78 કેસ નોંધાયા છે, જેમાંથી હાલમાં 54 લોકો સારવાર હેઠળ છે જ્યારે 24ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Read About Weather here

અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એકપણ મોત નોંધાયું નથી.28 ડિસેમ્બરે રાજ્યમાં ઓમિક્રોનના 5 કેસ સામે આવ્યા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 2 કેસ નોઁધાયા હતા. તે પૈકીના એકની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here