ચારેબાજુ એક જ ચર્ચાનો જોર: આ મહાન છે કોણ?
હું તો છેલ્લા 6 મહિનાથી ખાસ બ્રાન્ચે ગયો જ નથી: કોર્પોરેટર ઉવાચ
અત્યાર સુધી એક જ નામ ચર્ચામાં હતું પણ ત્યા અચાનક આ યાદીમાં ઉમેરો ! વધુ બે મહાનુભાવો આ યાદીમાં પ્રવેશી ગયા?: ચર્ચા
શહેરમાં દરરોજ અલગ અલગ લોકો દ્વારા પોલીસતંત્ર સામે નવા આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે એક કોર્પોરેટર પણ અનેક મામલે સંડોવાયેલો હોવાની ચર્ચા શહેરભરમાં થઇ રહી છે. પણ હજુ સુધી તેનુ નામ કે તેના કામો વિશે ખુલીને માહિતી બહાર આવી નથી પણ છેલ્લા ઘણા સમયથી આ મહાન કોર્પોરેટરનું નામ ચર્ચાતા તેના પડઘા પ્રદેશ સુધી પડ્યા છે
Visit Saurashtra Kranti Homepage here
ત્યારે તેની સાથે જ અન્ય ત્રણ કોર્પોરેટરના નામ પણ ચર્ચામાં આવતા કોર્પોરેશનમાં સન્નાટો છવાઇ ગયાની ચર્ચા એ જોર પકડ્યું છે અને પ્રદેશના નેતાઓ પાસે આ અંગેની માહિતી ન હોવાને કારણે નક્કી કરી શકતા નથી કે આ કાળા કામ કરનાર છે કોણ?? ત્રણ કોર્પોરેટરના નામ ચર્ચાતાની સાથે જ કોર્પોરેશનમાં સન્નાટો છવાઈ ગયો હોવાની ચર્ચા થઇ રહી છે.
પ્રદેશના એક મોટા નેતાને શહેરમાં મોકલીને સમગ્ર વાત શુ છે કોણ કોર્પોરેટર છે અને ક્યા ક્યા કામ કોની સાથે રહીને પાર પાડવામાં આવ્યા છે સહિતનો રીપોર્ટ બનાવવાનું સિક્રેટમિશન પાર પાડવાનો ઓર્ડર પણ છુટી ગયાનું જાણવા મળે છે.આ કોર્પોરેટરના ખાસ બ્રાન્ચે લાગતા આંટાફેરાને લઈને પ્રદેશ કક્ષાએ થી કોઈ આવીને આ સમગ્ર મામલાની તપાસ કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
જો આ ત્રણેય કોર્પોરેટરના નામ ખુલ્લા પડી જાય તો પણ નવાઈ વાત નહીં. આ મહાન કોર્પોરેટર હાલમાં તો અંડરગ્રાઉન્ડ થઇ ગયા છે અને મોટા ગજાના નેતાની પીઠ પાછળ સંતાવવાની પણ કોશીશ કરી રહ્યા છે. પણ તેને એ ખબર નથી કે હવે પાપ છાપરે ચડયું હોવાથી તે ગમે તેટલા ભાગવાના પ્રયત્નો કરશે તો પણ આ ઉઠેલી આગ તેને દઝાવશે જ.
આ મહાન કોપોરેટરના નામ ચર્ચાતા બીજા કોર્પોરેટરો સાથી કોર્પોરટરથી પણ દુરી કરવા લાગ્યા છે કારણકે બધાને એક જ બીક છે કે જોઇ કોઇનું નામ ખુલીને આગ લાગશે તો આપણે દાઝી ન જઇએ તેના માટે દુરી બનાવવી લેવામાં જ મજા છે.
આ મહાન કોર્પોરેટરો સામે અંદરખાને ગેરકાયદે બાંધકામથી તોડ કરવો ઉપરાંત વિવિધ સ્ટેશનો પર જઇ પોતાના કામો પતાવવા અથવા તો ભલામણ કરવી સહિતના આક્ષેપો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આગામી દિવસોમાં કોઇ હિંમત કરીને આ કોર્પોરેટર સામે રજૂઆત કરશે ત્યારે સાચી હકીકત બહાર આવવાની છે. હાલમાં કેટલાક હાલના અને કેટલાક ભુતકાળના અધિકારીઓના સપનામાં તેમને લાગતા વળગતા પ્રકરણો દેખાવા લાગ્યા છે!
Read About Weather here
વર્ષો જુના ઘણા પ્રકરણો હવે જીવતા થતા મોટી રકમના જુના ખેલ બહાર આવી રહ્યા છે ત્યારે વહીવટ કરતા અને કરાવતા મુખ્ય લોકો પર હવે કોઇ તોપ નહીં ફૂટે ને તેવી અનેક જુથમાં ભય ફેલાવતી ચર્ચા થઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here