ત્રણેય નવા કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતા વડાપ્રધાન…!

કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
કાલે વડાપ્રધાન આટકોટમાં: ઐતિહાસિક ભવ્ય, સ્વાગતની તડામાર તૈયારીઓ
વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં જણાવ્યુ હતું કે મેં ખેડૂતોના પડકારોને જીણવટતાપૂર્વક જોયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધન કરી રહ્યા છે. PM મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવદિવાળી અને ગુરુનાનક જયંતીની શુભેચ્છા પાઠવી છે.

Visit Saurashtra Kranti Homepage here

નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે.

વડાપ્રધાને કહ્યું- મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે. જ્યારે દેશે મને 2014માં વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવાની તક આપી ત્યારે અમે ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી.

ઘણા લોકોને ખબર નથી કે દેશના 100 ખેડૂતોમાંથી 80 નાના ખેડૂતો છે. તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. તેમની સંખ્યા 10 કરોડથી પણ વધુ છે તેમના જીવનનો આધાર જમીનનો આ નાનો જમીનનો ટુકડો જ છે.

આ પછી તેઓ ઉત્તરપ્રદેશના મહોબા અને ઝાંસી જશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી ટ્વીટ કરીને તેમના સંબોધન વિશે માહિતી આપવામાં આવી છે.

આજે ગુરુનાનક જયંતિનું પર્વ છે. આજે PM મોદી સિંચાઇ પરિયોજનાઓનું લોકાર્પણ કરવા માટે યુપીના મહોબા જશે. બાદમાં સાંજે ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા સમર્પણ સમારોહમાં સામેલ થશે.

PM મોદી બપોરે લગભગ 2.45 વાગે મહોબમાં અનેક પરિયોજનાઓનું ઉદ્દઘાટન કરશે. આ પરિયોજનાઓથી ક્ષેત્રમાં પાણીની અછતની મુશ્કેલીઓ ઘટાડવામાં મદદ મળશે. આ પરિયોજનાઓમાં અર્જુન સહાયક પ્રોજેક્ટ, રાતોલી વિયર પ્રોજેક્ટ, ભૌની ડેમ પ્રોજેક્ટ અને મઝગાંવ-મિર્ચ છંટકાવ પરિયોજનાનો સમાવેશ થાય છે.

આર્મી ભૂમિદળના સેનાધ્યક્ષને ડ્રોન એટલે કે UAV, એક ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે, તે DRDO દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ નૌકાદળના જહાજો માટે અદ્યતન ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ વિકસાવ્યું છે

Read About Weather here

અને તેને નૌકાદળના વડાને સોંપશે.ઝાંસીમાં મોદી સશસ્ત્ર દળોના સર્વિસ ચીફને સ્વદેશી ડિઝાઇન અને વિકસિત સાધનો સોંપશે, જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા ડિઝાઇન અને વિકસાવવામાં આવેલ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર (LCH) ચીફ ઓફ એર સ્ટાફને સોંપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here