તાલીબાનોના અપલખણ, ભારતની 2 કચેરીમાં તોડફોડ

તાલીબાનોના અપલખણ, ભારતની 2 કચેરીમાં તોડફોડ
તાલીબાનોના અપલખણ, ભારતની 2 કચેરીમાં તોડફોડ

કંદહાર-હેરાતની કચેરીમાંથી પાર્ક કરેલી મોટર કારો ઉપાડી ગયા: દસ્તાવેજો જોવા માટે બન્ને કચેરીના કબાટ અને ફર્નીચરને ફેંદી નાખ્યા: એક જર્મન પત્રકારના સ્નેહીજનની હત્યાથી સર્જાયો ભયનો માહોલ

અંતે તાલીબાન દળોએ અપલખણ ઝળકાવ્યા છે. અફઘાનિસ્તાનમાં આવેલી ભારતીય દુતાવાસની બે શહેરોની કચેરીમાં ઘુસી જઇ તાલીબાની દળોએ તોડફોડ કરી હતી અને દસ્તાવેજોની શોધખોળ પણ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

બાદમાં ત્યાં પાર્ક કરેલી મોટરો ઉપાડી ગયા હતા તેમ સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.દિલ્હી ખાતેના વિદેશ ખાતાના સુત્રોએ જણાવ્યા મુજબ કંદહાર અને હેરાતમાં આવેલા ભારતીય કોન્સ્યુલેટમાં ઘુસીને તાલીબાનોએ કબાટ ફેંદી નાખ્યા હતા,

તોડફોડ કરી હતી. કોઇ દસ્તાવેજો શોધી રહયા હોય એવું લાગતું હતું. બાદમાં કચેરીઓમાં પાર્ક કરેલા વાહનો ઉપાડી ગયા હતા. આ ઘટના પરથી એવું અર્થઘટન કરવામાં આવી રહયું છે કે, તાલીબાન નેતાઓએ જે ખાત્રી આપી છે

તેનાથી વિપરીત કામ થઇ રહયું છે.દરમ્યાન તાલીબાન લડાકુઓએ એક જર્મન પત્રકારના સ્નેહીજનની ગોળી મારી હત્યા કરી હોવાનું જર્મની સરકારના સુત્રોએ જણાવ્યું હતું. આ પત્રકારને શોધવા માટે તાલીબાની દળો ઘરે-ઘરની ચકાસણી કરી રહયા હતા

ત્યારે આ ઘટના બની હતી. જર્મન અખબારના વડાએ આ ઘટનાને ગંભીર ગણાવી વખોડી કાઢી હતી. આ ઘટના સુચવે છે કે, મીડિયા પરસન સામે કેટલુ ગંભીર જોખમ ઝળુબી રહયું છે.

Read About Weather here

દરમ્યાન ઉત્તરાખંડના 110 નાગરિકો અફઘાનિસ્તાનમાં ફસાયા હોવાનું રાજય સરકારે જાહેર કર્યુ છે. આ તમામ નામોની યાદી રાજય સરકારે વિદેશ મંત્રાલયને મોકલી આપી છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here