તાંત્રિકે સંતાનોને કેનેડા મોકલવાનું કહીં 24.50 લાખનું ફુલેકું ફેરવ્યું

તાંત્રિકે સંતાનોને કેનેડા મોકલવાનું કહીં 24.50 લાખનું ફુલેકું ફેરવ્યું
તાંત્રિકે સંતાનોને કેનેડા મોકલવાનું કહીં 24.50 લાખનું ફુલેકું ફેરવ્યું
ગાંધીનગરના રાંદેસણમાં રહેતી પત્નીએ પથારીવશ પતિ સ્વસ્થ થઈ જાય તે માટે તાંત્રિકને ઘરે બોલાવી વિધિ કરાવી હતી. વિદેશ જવાના મોહમાં ગાંધીનગરના ડિંગુચા ગામનો પરિવાર કેનેડા બોર્ડર પર બરફની ચાદર ઓઢીને કાયમી માટે પોઢી ગયો છે. જ્યારે બે દિવસ અગાઉ જ કલોલમાં વિઝા એજન્ટ દ્વારા પૈસાની ઉઘરાણીમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી. ત્યારે આવો જ એક વધુ કિસ્સો ફરી ગાંધીનગરના રાદેસણમાંથી સામે આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં તાંત્રિક કમ વિઝા એજન્ટે સોની પરિવારના બે બાળકોને કેનેડા મોકલી આપવાનાં બહાને 24.50 લાખનું ફુલેકું ફેરવી નાખ્યુ છે.ત્યારે વડોદરાનાં તાંત્રિકે વિઝા એજન્ટ તરીકે કામ કરતો હોવાનું કહીને સોની પરિવારના બે બાળકોને કેનેડા મોકલી આપવાનાં બહાને 24.50 લાખનું ફુલેકું ફેરવી નાખ્યું હતું. હવે આ તાંત્રિક કમ વિઝા એજન્ટ પણ મૃત્યુ પામ્યો હોવાથી તેની પત્ની અને પુત્ર વિરુદ્ધ ગાંધીનગરની પરિણીતાએ ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ગાંધીનગરના રાંદેસણમાં વેદીકા હેપ્પી વેલીમાં રહેતા ઉષાબેન સોનીનાં પતિ શૈલેષભાઈ વર્ષ 2011માં રોડ એક્સિડેન્ટ થવાથી પથારીવશ અવસ્થામાં છે. ત્યારે દંપતી અવારનવાર સેકટર-8માં આવેલા મહાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા. એ સમયે તેમનો ભેટો કાંતિ છીતુભાઈ પરમાર (રહે. ક્રિશ્ના પાર્ક સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા) સાથે થયો હતો. જેણે શૈલેષભાઈ દવાથી આરામ ન થતો હોય તો દુવાથી અને તાંત્રિક વિધિ કરવાથી કરવાથી સાજા કરી દેવાની વાત ઉષાબેનને કરી હતી.

પતિ જલ્દી સાજા થયા તે માટે ઉષાબેને કાંતિ પરમાર જોડે પોતાના ઘરે તાંત્રિક વિધિ કરાવી હતી. આમ સોની પરિવાર સાથે કાંતિએ વિશ્વાસ સંપાદન કરી લીધો હતો. એક દિવસ કાંતિએ કહેલું કે, તમારા બાળકોને વિદેશ મોકલવા હોય તો મને કહેજો હું વિઝા એજન્ટનું પણ કામ કરું છું. જે પેટે 27 લાખ ખર્ચની પણ વાત કરી હતી અને તેની પત્ની શેલવી અને પુત્ર જીગર સાથે પણ મુલાકાત કરાવી હતી.કાંતિની વાતોમાં આવી ગયેલા ઉષાબેને તા. 4/9/2019થી 25/6/2020 સુધીમાં થોડા થોડા કરીને કાંતિ પરમારની સેવન સૂર કંપની અને તેના દીકરા જીગરનાં ખાતામાં રૂ. 26.50 લાખ ટ્રાન્સ્ફર કરી દીધા હતા.

એકલે કાંતિ પરમારે તેમના બાળકોના પાસપોર્ટ સહિતના કાગળો પણ લીધા હતા. જોકે, પુત્ર ગ્રેજ્યુએટ થયો ન હોઈ અને પુત્રી નોકરી કરતી હોવા ઉપરાંત કોરોના કાળ શરૂ થતાં ઉષાબેને રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ કાંતિએ અન્ય ત્રણ બાળકોના ખાતામાં બેલેન્સ બતાવવા માટે પૈસા મૂક્યા છે. જેમની વિદેશની ફાઇલ ક્લિયર થઈ જાય એટલે પૈસા પરત કરી દેવાની બાંહેધરી આપી હતી. જેથી ઉષાબેને તેના પર વિશ્વાસ રાખ્યો હતો.બાદમાં ઓક્ટોબર-2020 કાંતિ પરમારનો પુત્ર જીગર લંડન જતો હોવાથી ઉષાબેન તેને મળવા માટે એરપોર્ટ પણ ગયા હતા.

આ વખતે પણ કાંતિએ અન્ય બાળકોના ખાતામાં પૈસા બેલેન્સ માટે મૂક્યા હોવાનું કહી પુત્ર જીગરની ફાઈલ વહેલા મૂકી હોવાથી વિઝા મળી ગયા હોવાનો ખુલાસો કરીને પૈસા પરત આપી દેશે તેમ જણાવ્યું હતું. થોડા દિવસ પછી બે લાખ પરત કર્યા હતા. જોકે, ઘણીવાર બાકીના પૈસા પરત માંગવા છતાં કાંતિ પૈસા પરત કરતો ન હતો.આ દરમિયાન કાંતિને કોરોના થતાં ડિસેમ્બર 2021માં હાર્ટ એટેકનાં લીધે તેનું મોત નિપજ્યું હતું. જેથી જીગર લંડનથી પરત આવતા ઉષાબેને ફરી રૂપિયા પરત માંગ્યા હતા. કેમ કે જીગરના ખાતામાં પણ તેમણે 12 લાખ ટ્રાન્સફર કર્યા હતા. તે સમયે તેણે પણ રૂપિયા પરત કરી દેવાની બાંહેધરી આપી પાછળથી હાથ અધ્ધર કરી લીધા હતા.

Read About Weather here

આટલું ઓછું હોય તેમ કાંતિની પત્ની શેલવી પણ પહેલી ફેબ્રુઆરી 2022ના રોજ ઉષાબેનને રૂપિયા માંગ્યા તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આખરે ઉષાબેને મૃત કાંતિની પત્ની અને તેના પુત્ર જીગર વિરુદ્ધ ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારબાદ વધુ એક કબૂતરબાજીની ઘટનામાં પૈસાની પઠાણી ઉઘરાણીમાં ફાઇરિંગની ઘટના કલોલ તાલુકા પોલીસ ચોપડે નોંધાઈ હતી. મહત્વનું છે કે, અમેરિકા જવા કેનેડા બોર્ડર ક્રોસ કરતી વેળા બરફ નીચે દટાઈને મોતની ચાદર ઓઢી લેનાર કલોલના ડિંગુચા ગામના પટેલ પરિવારનો માળો વીખરાઈ ચૂક્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here