તહેવારો ઉપર રાજકોટવાસી તરસ્યા નહીં રહે..

તહેવારો ઉપર રાજકોટવાસી તરસ્યા નહીં રહે..
તહેવારો ઉપર રાજકોટવાસી તરસ્યા નહીં રહે..

જન્માષ્ટમીના શુભ પ્રસંગે જ શહેરીજનોને અનોખી ભેટ આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણી: મનપાના મેયર સહિતના પદાધિકારીઓની માંગણી બાદ મુખ્યમંત્રીનો વીજળીક નિર્ણય

જન્માષ્ટમી પર્વના મહત્વના તહેવારો પર રાજકોટવાસીઓને તરસ્યા નહીં રહેવું પડે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધેલા ઝડપી નિર્ણયને કારણે આગામી તા.3 સપ્ટેમ્બરે આજી ડેમમાં લોકમાતા નર્મદા નદીના નીરની પધરામણી થઇ જશે તેવું રાજકોટ મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાતથી લોકોને હાશકારો થયો છે અને પીવાના પાણીની ચિંતા કર્યા વિના શહેરીજનો આરામથી સાતમ આઠમના તહેવારોની આસ્થાભેર ઉજવણી કરી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટે. ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા અને વોટર વર્કસ કમીટીના ચેરમેન દેવાંગ માંકડની એક યાદીમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ચોમાસા દરમ્યા સંતોષ કારક વરસાદ આવ્યો નથી. હજુ પણ વરસાદ ખેંચાય ગયેલો છે.

વરસાદ ખેંચાતા સ્થાનિક જળાશયો આજી-ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ડેમમાં ઠાલવવા મેયર સહિતના પદાધિકારીઓએ મુખ્યમંત્રી રૂપાણીને અનુરોધ કર્યો હતો અને રજૂઆત કરી હતી. મેયર ડો.ડવ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ આ અંગે ખાસ રજૂઆત કરવામાં આવી હતી. સંવેદનશીલ મુખ્યમંત્રીએ તુરત જ રજૂઆતનો પડઘો પાડયો છે અને મનપા પદાધિકારીઓની માંગણીનો સ્વીકાર કર્યો છે.

મુખ્યમંત્રીએ લીધેલા નિર્ણય મુજબ રાજકોટ શહેરને દૈનિક 20 મીનીટ પાણી વિતરણ થઇ શકે એ માટે સૌની યોજના મારફત નર્મદાના નીર રાજકોટના ડેમમાં ઠાલવવાનો આદેશ આપ્યો છે. તા.3 સપ્ટેમ્બરે નર્મદા મૈયાના જળનું રાજકોટ આગમન થઇ જશે અને આજી ડેમમાં ઠલવાઇ જશે.

Read About Weather here

આ રીતે રાજકોટવાસીના હિતની હંમેશા ખેવના રાખતા અને વતનની ચિંતા કરતા મુખ્યમંત્રી રૂપાણીએ જન્માષ્ટમી પર્વ ઉપર જ રાજકોટવાસીઓને અનોખી ભેટ આપી છે. જેનાંથી રાજકોટવાસીઓ રાજીના રેડ થઇ ગયા છે. મેયર અને અન્ય પદાધિકારીઓએ મુખ્યમંત્રીનો ખુબ આભાર વ્યકત કર્યો છે.

મનપાની યાદી જણાવે છે કે, કુલ 29 કૂટની સપાટી ધરાવતા આજી-1 ડેમમાં અત્યારની સ્થિતિએ 15.48 ફૂટ પાણી છે. એ જ પ્રકારે ન્યારી-1 ડેમની કુલ ક્ષમતા 25 ફૂટ છે. હાલની સ્થિતિમાં આ ડેમમાં 17.38 ફૂટ જેટલુ પાણી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર-1 ડેમની સપાટી 34 ફૂટ જેટલી હોય છે હાલ તુરત એમા 20.10 ફૂટ પાણીનો સંગ્રહ હોવાનું યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here