તહેવારોમાં ઈશ્ર્વરિયા પાર્ક અને ઝૂ ખુલ્લા રહેશે

તહેવારોમાં ઈશ્ર્વરિયા પાર્ક અને ઝૂ ખુલ્લા રહેશે
તહેવારોમાં ઈશ્ર્વરિયા પાર્ક અને ઝૂ ખુલ્લા રહેશે
જન્માષ્ટમીના તહેવારો આ સપ્તાહના અંતમાં શરૂ થઈ રહ્યા છે. આ તહેવારોમાં લોકમેળાનું મહત્ત્વ હોય છે પણ કોરોનાને કારણે લોકમેળો સતત બીજા વર્ષે યોજાનાર નથી.

Visit Saurashtra Kranti Homepage here

ગત વર્ષે લોકમેળા ઉપરાંત પ્રદ્યુમ્નપાર્ક ઝૂ, ઈશ્ર્વરિયા પાર્ક, ઓસમ ડુંંગર, આજી ડેમ, ન્યારી ડેમ સહિતના જાહેર સ્થળોએ પણ જવાની મનાઈ ફરમાવાઈ હતી.

તેથી આ વર્ષે પણ એવું જ થશે તેવી શક્યતા હતી જોકે આ સ્થળો આ વર્ષે ખુલ્લા રહેશે તેવો નિર્ણય લેવાયો છે.જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, ઈશ્વરિયા પાર્ક સહિતના સ્થળો તહેવારોમાં ખુલ્લા રહેશે.

જોકે તેમાં ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે માટે પ્રવેશ આપવા માટે મર્યાદા નક્કી કરાશે આ ઉપરાંત બીજી પોલિસી પણ નક્કી કરાશે.

આ માટે ગુરૂવારે વીડિયો કોન્ફરન્સ છે અને સરકારમાંથી સૂચના મુજબ કાર્યવાહી થશે. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ પણ પ્રદ્યુમ્નપાર્ક ખુલ્લુ જ રહેશે તેમ કહ્યું છે

જોકે ત્યાં પણ મુલાકાતીઓની સંખ્યા મર્યાદિત રહેશે અને માસ્ક તેમજ સેનિટાઈઝેશન બાદ જ પ્રવેશ આપવામાં આવશે.કોરોનાકાળમાં પ્રથમ વખત તહેવારોમાં જાહેર સ્થળોએ ફરવાની મંજૂરી અપાઈ છે.

Read About Weather here

તેથી આ સ્થળોએ પણ ટોળાં ન થાય તેમજ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે માટે શું આયોજન કરવું તે પડકારને પહોંચી વળવા ગુરૂવારે નવા નિર્ણયો લેવાશે.(9.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here