તળાવમાંથી નીકળ્યા 1 કરોડ રૂપિયા…!

તળાવમાંથી નીકળ્યા 1 કરોડ રૂપિયા…!
તળાવમાંથી નીકળ્યા 1 કરોડ રૂપિયા…!
સ્થાનિકોએ આ અંગેની જાણ પોલીસને કરી. એ બાદ તરવૈયાઓની મદદથી તળાવમાંથી નોટનાં 54 બંડલ કાઢવામાં આવ્યા. અજમેરમાં શુક્રવારે તે સમયે હડકંપ ઊભો થઈ ગયો, જ્યારે આનાસાગર તળાવમાંથી 2 હજારની નોટનાં બંડલ તરતા જોવા મળ્યાં. પોલીસનું કહેવું છે કે આ બંડલ નકલી લાગી રહ્યા છે, જે કુલ 1.08 કરોડનાં છે. જોકે ભીની હોવાને કારણે કંઈ સ્પષ્ટ થતું નથી.તમામ નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે.

Visit Saurashtra Kranti Homepage here

એ એકદમ 2 હજારની અસલી નોટની જેવી જ લાગતી હતી. તમામ નોટનાં બંડલ પ્લાસ્ટિકની થેલીઓમાંથી મળ્યા. ઘટના પુષ્કર રોડ સ્થિત સેન્ચુરી પબ્લિક સ્કૂલ પાસેની છે.ASI બલદેવ સિંહે જણાવ્યું કે આનાસાગર તળાવમાં 3 થેલીઓમાં 2 હજારની નોટ હોવાની માહિતી મળી હતી. ઘટના સ્થળે પહોંચ્યા અને આનાસાગર તળાવમાં પડેલી નોટ જપ્ત કરી. તેમને જણાવ્યું કે તળાવમાંથી મળેલી નોટ અસલી છે કે નકલી તે હાલ ખ્યાલ નથી આવતો.

મળી આવેલી તમામ નોટ પર રિઝર્વ બેંક લખેલું છે. પાણીમાં હોવાને કારણે તે ભીની થઈ ગઈ છે.પોલીસના જણાવ્યા મુજબ આ અંગે ભારતીય રિઝર્વ બેંક તેમજ અન્ય બેંક પાસેથી આ અંગેની જાણકારી લીધા બાદ આ મામલે તપાસ કરવામાં આવશે. આ સાથે જ આ નોટને આનાસાગર તળાવમાં કોને ફેંક્યા, તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. નોટની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા અને તરવૈયાઓ પણ તળાવમાં કૂદી પડ્યા.

Read About Weather here

આ અંગેની જાણ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને તળાવમાં તરતી નોટ જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે કોઈ ઝાયરીનના તળાવમાં પડેલા પર્સમાંથી આ નોટ નીકળી હતી.જેથી સ્પષ્ટ થઈ જાય કે આ નોટ આનાસાગરમાં કયાંથી આવી. હાલ પોલીસે નોટને જપ્ત કરી તપાસ શરૂ કરી છે.જૂન 2021માં પણ આનાસાગર તળાવમાંથી રામાપ્રસાદ ઘાટ નજીકથી 200-500ની અસલી નોટ તરતા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here