તમિલનાડુમાં ભારે વર્ષાનું રેડ એલર્ટ, અનેક જિલ્લાઓમાં લોકડાઉન

તમિલનાડુમાં ભારે વર્ષાનું રેડ એલર્ટ, અનેક જિલ્લાઓમાં લોકડાઉન
તમિલનાડુમાં ભારે વર્ષાનું રેડ એલર્ટ, અનેક જિલ્લાઓમાં લોકડાઉન

શાળા-કોલેજોમાં રજાઓ જાહેર, ચેન્નાઈ અને આસપાસનાં જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
વર્ષાતાંડવથી તારાજીમાંથી ઉભરવા કેન્દ્ર પાસે 2629 કરોડની સહાય માંગતી રાજ્ય સરકાર

ભરશિયાળે પ્રચંડ મેઘતાંડવનો સામનો કરી રહેલા દક્ષિણ ભારતનાં તમિલનાડુ જિલ્લાની સમસ્યાઓનો અંત આવવાની કોઈ શક્યતા દેખાતી નથી. હજુ અતિશય ભારે વરસાદ થવાની આગાહી હોવાથી 18 મી નવેમ્બરે ચેન્નાઈ અને આસપાસનાં જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અતિશય ભારે વરસાદને પગલે રાજ્યનાં સંખ્યાબંધ જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવી પડી છે. વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે અને લોકડાઉન જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આવતીકાલે ભારે વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

નાગપટ્ટીનમ, થાનજાવુર, પુડુંપોતટ્ટાઈ, વેલોર જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. જયારે તીરુચ્ચી, દિંડીગુલ, ધરમપૂરી, કૃષ્ણગીરી, તીરૂપત્તુંર જેવા શહેરોમાં તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં વર્ષાતાંડવ એકધારું યથાવત રહ્યું છે.

દરમ્યાન વર્ષાતાંડવથી થયેલી તારાજીમાંથી બહાર આવવા માટે કેન્દ્ર પાસેથી તમિલનાડુ સરકારે 2629 કરોડની સહાય માંગી છે. હવામાન ખાતાએ જાહેર કર્યું છે કે, બંગાળનાં અખાતમાં બંને તરફ લો-પ્રેશર સર્જાયું છે.

જે આંધ્રપ્રદેશ અને તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે ચેન્નાઈ અને આસપાસ અતિશય ભારે વરસાદ થવાની શક્યતા છે. દરમ્યાન રાજ્યનાં તીરૂચ્ચી જિલ્લામાં 550 એકર જમીન પરનો ડાંગરનો પાક નાશ પામ્યો છે.

તેવું કૃષિ ખાતાનાં સર્વેક્ષણમાં જણાવ્યું છે. રાજ્યનાં સૌથી મોટા મુલ્લાપેરિયાર ડેમની સપાટી વધીને 141 ફૂટ પર પહોંચી ગઈ છે. ચેન્નાઈમાં ભરશિયાળે વરસાદને કારણે માલ-મિલકતને જબરું નુકશાન થયું છે

Read About Weather here

અને ફરીથી વર્ષાતાંડવની આગાહી થઇ હોવાથી રાજ્ય સરકાર એકદમ સતર્ક બની ગઈ છે. કાવેરી પટ્ટાનાં ખેડૂતો મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીને જાહેર કરેલી રાહતથી નિરાશ થયા છે અને વધુ સહાયની માંગણી કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here