તમિલનાડુમાં ભર શિયાળે માવઠાનું તાંડવ, ત્રણ મોત: રેડ એલર્ટ

તમિલનાડુમાં ભર શિયાળે માવઠાનું તાંડવ, ત્રણ મોત: રેડ એલર્ટ
તમિલનાડુમાં ભર શિયાળે માવઠાનું તાંડવ, ત્રણ મોત: રેડ એલર્ટ

ચેન્નાઈ સહિત અનેક શહેરો જળબંબાકાર ખાત્મો; રાજ્યનાં અનેક જિલ્લાઓમાં હજુ ભારેથી અતિભારે વર્ષાની આગાહી; શાળા-કોલેજો અને અનાવશ્યક સરકારી કચેરીઓ આજે બંધ: ઠેર-ઠેર પાણી ભરાતા ચેન્નાઈમાં ટ્રાફિકજામ, હજારો લોકો ફસાયા

તમિલનાડુનાં પાટનગર ચેન્નાઈ તથા અન્ય સંખ્યાબંધ જિલ્લાઓમાં એકાએક વાતાવરણ પલટાયું હતું અને શિયાળાની મધ્યમાં ભારે મેઘતાંડવ સર્જાતા હજારો લાખો લોકો પાણીની કેદમાં ફસાઈ ગયા છે. માવઠાના તાંડવથી રાજ્યમાં ત્રણના મોત થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

પરિણામે ચેન્નાઈ, તીરૂવલ્લુર, કાંચીપુરમ સહિતનાં જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે કમોસમી વરસાદ અચાનક તૂટી પડતા ચેન્નાઈ અને આસપાસનાં ત્રણ જિલ્લાઓ જળબંબાકાર થઇ ગયા છે.

ભારે વરસાદમાં વીજશોક લાગવાથી અને વીજળી પડવાથી ત્રણ મોત થયાનું રાજ્યનાં મહેસુલ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી રામચંદ્રને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અતિ ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાતા ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા છે.

પરિણામે આજે શુક્રવારે એ તમામ વિસ્તારોમાં શાળા-કોલેજો તેમજ અનાવશ્યક સરકારી કચેરીઓ બંધ રહેશે.તમિલનાડુનાં દરિયાકાંઠે ચક્રવાત સર્જાતા ભારે જોરદાર કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ચેન્નાઈમાં ટ્રાફિકજામથી હજારો લોકો ફસાઈ ગયા છે.

બસો અને ટેક્સીઓનાં પૈડા થંભી ગયા છે. ચેન્નાઈની મેટ્રો રેલનો સમય લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે એક કલાક લંબાવી દેવાયો છે. ચેન્નાઈનાં ચાર મુખ્ય સબ-વે પાણીથી ભરાઈ જતા 145 જેટલા મહાકાય પંપ મુકીને સતત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.

Read About Weather here

તેમ ચેન્નાઈનાં મ્યુ.કમિશનર ગગનદિપ સિંઘ બેદીએ જણાવ્યું હતું. હજુ આગામી 6 કલાક દરમ્યાન ભારેથી અતિભારે કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં કુલ 6 જિલ્લાઓમાં કમોસમી મેઘતાંડવથી જનજીવન ઠપ્પ થઇ ગયું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here