તમામ વોર્ડમાં ભાજપના કાર્યકર્તાઓની ફોજ ખડેપગે

ભાજપના કાર્યકર્તાઓ
ભાજપના કાર્યકર્તાઓ

વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા

ફૂડ પેકેટ, પાણીની બોટલ, દવાઓ સહિતની સામગ્રી સાથે ભાજપ સજ્જ: નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી

ઉદય કાનગડ, પ્રદિપ ડવ, પુષ્કર પટેલ, અરવિંદ રૈયાણી સહિતનાં અગ્રણીઓ તમામ વોર્ડમાં ખડેપગે

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ તથા નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જાણાવ્યું છે કે, વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ કમલેશ મીરાણીની આગેવાની એક ખાસ બેઠક બોલાવી ગઈકાલથી જ કાર્યકર્તાઓને કાર્યાલય ખાતે તેમજ દરેક વોર્ડમાં જવાબદારીઓ સોપવામાં આવેલ.

Subscribe Saurashtra Kranti here

કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ઉદય કાનગડ, અંજલીબેન રૂપાણી, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, બિનાબેન આચાર્ય, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, ભાનુબેન બાબરીયા, પ્રદિપ ડવ, કશ્યપ શુક્લ, રાજુભાઈ બોરીચા, પુષ્કર પટેલ, અનિલભાઈ પારેખ, હરેશ જોશી સહિતનાં સાથે વોર્ડમાં તમામ શ્રેણીનાં કાર્યકર્તાઓ ગઈકાલે સાંજે 4 વાગ્યાથી રાઉન્ડ કલોક જવાબદારી સાંભળી આખી રાત અને તેમજ આ વાવાઝોડું સમાપ્ત ન થાય ત્યાં સુધી કાર્યકર્તાઓ લોકોની વચ્ચે રહેશે.

Read About Weather here

વધુ માહિતી આપતા કમલેશ મીરાણી, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિતનાઓએ જણાવ્યું હતું કે ભાજપનાં કાર્યકર્તાઓ દ્વારા વોર્ડમાં ફૂડ પેકેટ, પાણીની બોટલ, આવશ્યક દવાઓ સહીત સામગ્રી સાથે કંટ્રોલ રૂમ પર હાજર રહ્યા હતા. ગઈકાલ બપોરથી લઇ આખી રાત અને વહેલી સવાર સુધી કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, ઉદય કાનગડ, પ્રદિપ ડવ, અરવિંદ રૈયાણી, પુષ્કર પટેલ સહિતનાં આગેવાનો દરેક વોર્ડમાં રાઉન્ડ ધ કલોક રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here