તમામ જિલ્લાઓમાં માધ્યમિક શિક્ષકોનો ફેરબદલી કેમ્પ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
રાજયની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોની ફેરબદલી અંગે ગાંધીનગર શિક્ષણ વિભાગને વિવિધ સ્તરેથી રજૂઆતો મળી છે. જેથી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના મદદનીશ શિક્ષકોને આંતરિક અને જિલ્લા ફેરબદલીની તક આપવી જરૂરી જણાતા તમામ જિલ્લાઓમાં તા.21મી સુધી જિલ્લા કક્ષાના બદલી કેમ્પ તથા રાજય કક્ષાએ જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

નાયબ શિક્ષણ નિયામક ડો.બહાદૂરસિંહ સોલંકીએ પરિપત્રમાં જણાવ્યું છે કે, જિલ્લાના કેમ્પ માટેની કાર્ય પધ્ધતિ અને સૂચનાઓ અગાઉ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલવામાં આવેલ છે. જે સુચનો ધ્યાને લઈ તે મુજબ આંતરિક જિલ્લા બદલી અને રાજય કક્ષાની ફેરબદલી નિયમ કરેલ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. દરેક જીલ્લા શિક્ષણાધિકા2ીએ સ2કા2ી અને મોડેલ સ્કૂલની તા.31 અંતિતની સ્થિતિએ ખાલીપડનાર જગ્યાઓની વિષયવા2 યાદી તૈયાર કરવાની રહેશે. આ રીતે ખાલી જગ્યાઓની વિગત દર્શાવતા પત્રકની એક નકલ દરેક સરકારી શાળાને કેમ્પ પહેલાં મોકલી આપી દરેક કચેરીના નોટીસ બોર્ડ 52 પ્રસિધ્ધ ક2વાની રહેશે.

કેમ્પમાં ભાગ લેનાર તમામ શિક્ષકોનું હાજરી પત્રક નિભાવવાનું રહેશે. મદદનીશ શિક્ષકે શિક્ષણ સહાયકને સહાયકને પોતાના વિષયની જ ખાલી જગ્યા 52 શ્રેયાનતાના આધારે પસંદગીની તક આપવાની રહેશે.

Read About Weather here

છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ પરિણામ 30% કે તેથી ઓછુ હોય તેવા મદદનીશ શિક્ષક કે શિક્ષણ સહાયકની ફેરબદલીની અરજી માન્ય રહષો નહીં. જિલ્લા કક્ષાના આંતરિક બદલી કેમ્પમાં જે-તે વિષયના મદદનીશ શિક્ષક કે શિક્ષણ સહાયકને જે-તે વિષયની ખાલી જગ્યાઓ પર જ મૂકવાના રહેશે. વિષયોમાં બાંધછોડ કરીને કોઈ બદલી કરી શકાશે નહીં. ઉચ્ચ માધ્યમિક વિભાગમાં નિમણૂંક પામેલા શિક્ષક/શિક્ષણ સહાયકની ઉચ્ચતરની માધ્યમિક વિભાગમાં અને માધ્યમિક વિભાગમાં નિમણૂંક પામેલા શિક્ષક/શિક્ષણ સહાયકની માધ્યમિક વિભાગમાં જ બદલી થઈ શકશે. એકવાર કરેલ સ્થળ પસંદગી આખરી ગણાશે. કોઈપણ સંજોગોમાં ત્યારબાદ ફેરફાર થઈ શકશે નહીં. સ્થળ પસંદગી કરી સંમતિપત્રક કેમ્પના સ્થળે ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીને રજૂ કરવાનું રહેશે. જેવા નિયમો લાગુ કરાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here