તમામ આંગણવાડીઓમાં કિચન ગાર્ડન બનાવવા કલેકટરની સુચના

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કુપોષણ મુકત ભારત અભિયાન બેઠક યોજાઇ
બાળકોના વિકાસ માટે માતા-પિતાના ફિડબેક લેવા આંગણવાડી બહેનોને ટકોર
યુપીના બારાબંકીમાં બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માતમાં 13નાં કરૂણ મોત

કુપોષણ મુકત ભારત અભિયાન અન્વયે ડિસ્ટ્રીકટ મોનીટરીંગ અને રીવ્યુ કમિટિની ત્રિમાસિક સમીક્ષા બેઠક આઇસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ રાજકોટ દ્વારા કલેકટર કચેરી ખાતે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

આપણા બાળકોને આપીએ તેટલુ જ મહત્વ અને સમાનતા આંગણવાડીના બાળકોમાં રાખીને તેઓને પોષણયુકત બનાવવા કાળજી લેવા આંગળવાડીઓની બહેનોને કલેકટરએ સુચના આપી હતી.

આંગણવાડીના બાળકોના ગ્રોથ માટે તેમને અપાતા પૂરક પોષણ, આરોગ્ય તપાસણી, અભ્યાસ સહિતના મુદે પણ કેટલાક સુચનો કલેકટરએ કર્યા હતા.

બાળકોના વિકાસ માટે માતા-પિતાના ફીડબેક પણ આંગણવાડીઓની બહેનો દ્વારા લેવાવા જોઇએ અને આ માટે વ્હોટસએપ ગ્રુપ મહત્વના હોવાની ટકોર કલેકટરએ કરી હતી.

આંગળવાડીની આતંરમાળખાકીય સ્થિતિ જેવી કે વોટર પ્યુરીફાઇર, સ્માર્ટ આંગળવાડી માટેની સુવિધા, સેનીટેશન, આંગળવાડીના માલિકીના અને ભાડાના મકાનો સહિતના મુદાની સમીક્ષા કલેકટરએ કરી હતી.

આંગણવાડીઓમાં કિચન ગાર્ડનની સગવડ ઉભી કરવાની સુચના પણ કલેકટરએ આપી હતી.

Read About Weather here

આ તકે પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસા દવે, 12 ઘટકના સીડીપીઓ સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here