તમંચાવાળા ટીચર…!

તમંચાવાળા ટીચર...!
તમંચાવાળા ટીચર...!
પોલીસે જણાવ્યું કે તે એક ટીચર છે. જો કે તે કઈ સ્કૂલમાં ટીચર છે તેનો જવાબ પોલીસની પાસે નથી. મૈનપુરીમાં મંગળવારે એક યુવતી પોતાના જીન્સમાં તમંચો લઈને ફરતી પકડાઈ હતી.  પોલીસે તેને પકડ્યા બાદ છોડી દીધી હતી. યુવતી ન તો ટીચર છે કે ન તો તે તમંચો રાખવાની શોખીન. યુવતીનું નામ કરિશ્મા છે. તે સેલ્ફ ડિફેન્સ માટે પોતાની પાસે રિવોલ્વોર રાખે છે. કરિશ્માના માતા-પિતાનું નિધન થઈ ગયું છે અને ઘરમાં કરિશ્મા પોતાની બહેનની સાથે રહે છે.તેની લગભગ એક કરોડની પ્રોપર્ટી માટે તેના અનેક સંબંધીઓની નજર છે.
કરિશ્માની પાસેથી તમંચો મળી આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

તેને આશંકા છે કે તેની પર હુમલો થઈ શકે છે.કરિશ્માના ફુવા યોગેશ યાદવ ફિરોઝાબાદમાં રહે છે. તેમને જણાવ્યું કે કરિશ્માના પિતા પૂરન સિંહ પ્રોપર્ટી ડીલર હતા. જ્યારે માતા સુષમા ગૃહિણી. પરિવાર અને સંબંધીઓમાં પ્રોપર્ટીનો વિવાદ એટલો વધી ગયો હતો કે કરિશ્માના માતા-પિતા સતત તણાવમાં રહેતા હતા. તેમને ડર હતો કે તેમની હત્યા થઈ શકે છે.આ તણાવમાં વર્ષ 2021માં સુષમાએ પોતાના પતિ પૂરનને ગોળી મારી દીધી હતી, બાદમાં ઘરના ત્રીજા માળે જઈને પોતાને પણ ગોળી મારી દીધી હતી.

બંનેના મોત થઈ ગયા હતા. સુષમાએ જ્યારે પતિને ગોળી મારી ત્યારે પુત્રી કરિશ્મા ત્યાં જ હતી. યોગેશ જણાવે છે કે પ્રોપર્ટીને લઈને જ હત્યા અને આત્મહત્યાની ઘટના ઘટી હતી. ત્યારે કરિશ્મા સગીર હતી.યોગેશે જણાવ્યું કે પૂરન પરિવારની સાથે ફિરોઝાબાદમાં રહેતો હતો. તેમની સાથે તેમના માતા-પિતા પણ રહેતા હતા. પૂરનના ત્રણ ભાઈ હતા. જેમાં બે નાના ભાઈ અશોક અને સુખવીર ફિરોઝાબાદમાં જ રહે છે. પૂરનના મોત પછી બંને ભાઈઓએ પૂરનના ઘર અને ખેતર પર નજર બગાડી હતી. પૂરનની ખેતીની જમીન મૈનપુરીમાં પણ છે.

પૂરનના મોત પછી કરિશ્મા અને તેમની બહેન તનુના જીવને ખતરો છે. જે બાદ આ બંનેને ફિરોઝાબાદથી અન્યત્ર લઈ જવામાં આવી. કરિશ્માની પાસે હાલ લગભગ 1 કરોડથી વધુની સંપત્તિ છે. પૂરન-સુષમાના મોત અને બંને દીકરીઓ જતી રહી તે બાદ ઘરમાં માત્ર દાદા-દાદી વધ્યા હતા. દાદાનું 2 મહિના પહેલા જ મોત થયું છે. કરિશ્મા ફિરોઝાબાદ પણ વારંવાર ઘર જોવા આવે છે. હાલ તે મારી સાથે મૈનપુરીમાં રહે છે. તેના મામા સુરેશ અને જાગેશ્વર પણ મૈનપુરીના છિબરૌલીમાં રહે છે. નાની બહેન તનુ તેમની સાથે રહે છે. કરિશ્મા માત્ર હાઈસ્કૂલ સુધી જ ભણી છે. માતા-પિતા ગુમાવ્યા બાદ ઘરની જવાબદારીના કારણે તે આગળ અભ્યાસ કરી શકી ન હતી.

Read About Weather here

કરિશ્મા મંગળવારે ખેતર જોવા જઈ રહી હતી. ત્યારે જ તેને પોલીસે પકડી હતી. તેના મામાએ ખેતરનો બધો જ પાકી વેંચી નાખ્યો હતો. ત્યારે તે તેનો જ હિસાબ લેવા જઈ રહી હતી. તેના મામાની નજર તેના ખેતર પર છે, તેના કારણે તે ઘણી જ ચિંતિત છે. તે લોકો તેના લગ્ન પણ પરાણે કરાવવા માગે છે. જેને લઈને અનેક વખત વિવાદ પણ થયો છે. આ લોકોથી બચવા માટે તે પોતાની પાસે તમંચો રાખે છે.કરિશ્મા મંગળવારે મૈનપુરીના કોતવાલી વિસ્તારના જેલ ચોકની પાસે મામાના ઘરે જઈ રહી હતી. તમંચો જોઈને પોલીસ કર્મચારીઓને આશ્ચર્ય થયું હતું. પોલીસે કરિશ્માની અટકાયત કરીહતી.ચેકિંગ દરમિયાન પોલીસને તેની પાસેથી તમંચો મળી આવ્યો હતો. તેને તમંચો જીન્સમાં ભરાવી રાખ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here