તંત્રની ઘોર બેદરકારીને લીધે હજારો લીટર પાણી વેડફાયું

તંત્રની ઘોર બેદરકારીને લીધે હજારો લીટર પાણી વેડફાયું
તંત્રની ઘોર બેદરકારીને લીધે હજારો લીટર પાણી વેડફાયું
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઘોર લાપરવાહીને કારણે શહેરમાં હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. એકબાજુ શહેરનાં વોર્ડ નં 16 માં પાણી કાપ ઝીંકાયો છે. તો બીજી બાજુ વોર્ડ નં.9 માં સાધુવાસવાણી રોડ પર શાક માર્કેટ સામે છેલ્લા બે દિવસથી પાણીની પાઈપલાઈન લિકેજ થવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.
શહેરમાં જયારે એક તરફ 16 વોર્ડમાં પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ વોર્ડ નં.9 માં સાધુ વાસવાણી રોડ પર શાક માર્કેટ સામે છેલ્લા બે દિવસથી પાઈપલાઈન લિકેજને કારણે હજારો પાણી વેડફાઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જગ્યાએ- જગ્યાએ પાણી બચાવોનાં સ્લોગન તથા હોર્ડીંગ લગાવાયા છે. તેમજ ગઈકાલે જયારે તંત્ર દ્વારા શહેરનાં અલગ- અલગ વિસ્તારોમાંથી પ્રજાજનો પાસેથી હજારો રૂપિયાનો દંડ વસુલવામાં આવી રહ્યો છે. ત્યારે પાણી બચાવવાની જવાબદારી માત્ર નગરજનોની જ હોય તેમ લાગી રહ્યું છે.

Read About Weather here

સતાધીશો માત્ર નિયમો ઘડવા તથા દંડ વસૂલવા માટે જ છે. કોર્પોરેટરો તથા તંત્રની લાપરવાહીને કારણે જે પાણી વેડફાઈ રહ્યું છે. તેનો દંડ પણ પ્રજાને શિરે જ લાદવામાં આવશે. એ કડવી વાસ્તવિકતા છે. માત્ર પ્રજાજનોને જાગૃત કર્યો કે તેના પણ દંડ નાખવાથી પાણીનો બચાવ નહીં થાય હાલ જે હજારો લીટર પાણી બે દિવસથી જઈ રહ્યું છે. એ કલાકોમાં પણ ઠીક કરી શકાય જો તંત્ર સજાગ હોય તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતે જાગૃતતા દાખવી, તાત્કાલિક ધોરણે જરૂરી સૂચક પગલાઓ હાથ ધરવા જરૂરી છે.
એમ સામાજીક અગ્રણી રાજુભાઈ જુંજાએ જણાવ્યું છે.(12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here