તંત્રના પાપે દુકાનધારકોને લાખોનું નુકશાન

તંત્રના પાપે દુકાનધારકોને લાખોનું નુકશાન
તંત્રના પાપે દુકાનધારકોને લાખોનું નુકશાન

આ તસવીર ચોમાસાની નથી, આજની જ છે
દુકાનદારો વેપાર મુકી પાણી કાઢવાની કામગીરીમાં લાગ્યા: કોઇ જવાબ ન આપતું હોવાનો વેપારીઓનો વસવસો
પ્રહલાદ રોડ-કેનાલ રોડ પાણી-પાણી: લાઇન તૂટતા દુકાનોમાં પાણી ઘુસ્યા: તંત્રને ફરિયાદ કરવા છતાં પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવતા વેપારીઓમાં રોષ

શહેરના વોર્ડ.નં.7ના પ્રહલાદ રોડ તથા કેનાલ રોડમાં પીવાના પાણીની લાઇનમાં આજે સવારે ભંગાણ સર્જાતા વિના વરસાદે પાણી ફરી વળ્યા હતા મોટાપાયે પાણીના વેડફાટની સાથે દુકાનોમાં પણ પાણી ઘુસી જતા દુકાનદારો વેપાર મુકી પાણી કાઢવા મહેનત કરવી પડી હતી. ગઇ કાલે પણ આ જ જગ્યા પર લાઇન તૂટી જવાની ઘટના બની હતી તે રીપેર કરીને આજે પાણી શરૂ કરતા ફરી લાઇટ તૂટી જતા લાખો લીટર પાણી વેડફાયું હતું અને નીચે સેલેરમાં રહેલી દુકનોમાં પણ પાણી ફરી વળ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

અનેક દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓને લાખોનું નુકશાન પહોચ્યું હતું આ અંગે વેપારીઓ પાસેથી હકીકત જાણતા તેઓએ જણાવ્યું હતું કે અવાનર નવાર તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. પણ કોઇ કાયમી નિકાલ કરવામાં આવતો નથી ઉપરાંત સ્થાનિક કોર્પોરેટરોને ફોન અને મેસેજ કરવા છતા કોઇ જવાબ ન આપતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. આજે કમિશનને રજૂઆત પણ કરવાની વાત જણાવી હતી. હવે દુકાનધારકોને તંત્રના પામે જે કંઇ નુકશાની થશે તેની ભરપાઇ કોણ કરશે તેવો પણ રોષ ઠાલ્વ્યો હતો. તંત્રને લાઇન અંગે ફરીયાદ કરવા છતા સત્વરે નિરાકરણ ન આવતા વેપારીઓમાં રોષ ભભુકયો હતો.

Read About Weather here

આ અંગે વોર્ડના કોર્પોરેટરોને કહેતા તેઓએ જણાવ્યું હતું કે સમયસર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને ગમે ત્યારે તમામ કોર્પોરેટર દ્વારા વોર્ડના લોકોને જવાબ આપવામાં આવે છે તેથી તે વાતમાં કોઇ તથ્ય નથી. બે દિવસમાં બે વખત પાણી લાઇન શું કામ તૂટી ગઇ તે તંત્રએ અભ્યાસ કરવો ખુબ જ જરૂરી છે કારણકે મનપા તંત્ર ગાંધીનગરના લેટરો લખે છે ત્યારે પાણી મળે છે ત્યારે આવા બનાવો બનીને પાણી વેડફાઇ તે યોગ્ય બાબત ગણી શકાય નહીં તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here