ઢોલી પર રૂપિયાનો વરસાદ

ઢોલી પર રૂપિયાનો વરસાદ
ઢોલી પર રૂપિયાનો વરસાદ
આ અંગે મળતી માહિતી મુજબ, મહેસાણાના એક ગામમાં એક પ્રસંગમાં એક વ્યક્તિએ કોથળો ભરીને રૂપિયા ઉડાડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. મહેસાણાના એક ગામમાં એક પ્રસંગ દરમિયાન રૂપિયાનો વરસાદ થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગમાં એક વ્યક્તિએ જોશમાં આવીને પ્લાસ્ટિકનો કોથળો ભરીને રૂપિયા ઉડાડ્યા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોમાં રૂપિયાનો વરસાદ જોઈને તમામ લોકો ચોંકી ઊઠ્યા હતા.

આ સમગ્ર ઘટનાને લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. વીડિયોમાં દસની નોટો મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જોકે આ વીડિયો ક્યારનો છે એ અંગે હજુ સુધી વિગતો જાણવા મળી નથી.

Read About Weather here

આ વીડિયો મહેસાણાના લીંચ ગામનો હોવાનું સામે આવી રહ્યું છે, જ્યાં કોઈ લગ્ન પ્રસંગ દરમિયાન ઢોલ-નગારાંના તાલ સાથે એક વ્યક્તિ ગામલોકોની વચ્ચે પ્લાસ્ટિકની બેગ ભરીને પૈસા રોડ પર ફેલાવતી નજરે પડી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here