ઢોરએ યુવાનને ફંગોળ્યો…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
છતાં તંત્ર ચૂપકીદી સેવી રહ્યું છે જાહેર રસ્તા ઉપર ઢોરો બાખડવાના બનાવો દિન-પ્રતિદિન બને છે ત્યારે જાહેર રસ્તા ઉપર નીકળતા રાહદારીઓ અને વાહન ચાલકો રોડ ઉપર ગાયો અને ધણખુટને ઉભેલા જોતા જ ભયભીત બની જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

વિરમગામ શહેરના માર્ગો ઉપર રખડતા ઢોરોનો અડિંગો ઘણા સમયથી શરૂ થયો છે.  ત્યારે આવો જ બનાવ IOCકોલોની પાસે યોગેશ્વર પાર્કમાં અચાનક એક ધણખુટ(આખલો) ભુરાટો થતાં સોસાયટીમાંથી ચાલીને નીકળી રહેલા જયેશભાઈ દલવાડીને ફંગોળ્યા હતા જેમાં ઈજાગ્રસ્ત થતાં દવાખાને લઈ જતા તેમના ઘુટણની ઢાકણી ટુટી ગઈ હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું જેથી તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

Read About Weather here

આખલાએ ત્યારબાદ એક મહિલાને પણ અડફેટે લેતા મહિલાને હાથ પગે સામાન્ય ઈજાઓ થઈ હતી. વિરમગામ શહેરમાં અઠવાડિયામાં માં રખડતા પશુઓ દ્વારા ઘણા રાહદારીઓ વાહનચાલકોને નાની મોટી ઇજાઓ કરવામાં આવી છે પરંતુ છાશવારે રખડતા ઢોરો દ્વારા શહેરના નિર્દોષ રાહદારીઓ અને નાગરિકો ઘાયલ થતાં રોડ ઉપર નીકળતા જો બાળકો વૃદ્ધ સહિત સૌ કોઈ રખડતા ઢોર રસ્તા ઉપર જોતા જ ભય પામે છે.જ્યારે અન્ય એક વૃદ્ધ વ્યક્તિને આખલાથી બચાવી લેવાઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here